ખાખરેચી ગામે વીજલાઈન મામલે વીજ તંત્ર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

18-11-2024

Top News

પોલીસ બંદોબસ્ત સાથે આડેધડ વીજપોલ નંખાતા આક્રોશ

માળિયા મિયાણાનાં ખાખરેચી ગામે વીજપોલના વળતર બાબતે ખેડૂતો અને તંત્ર આમને સામને આવી ગયા હતાં. વાડી વિસ્તારમાં લાકડીયા વડોદરા 765  કેવી લાઈનની કામગીરીમાં ખેડૂતોને જાણ કર્યા વગર પોતાની મનમાની કરી પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં હીટાચી જેસીબી વડે કામ ચાલું કરી દેતા રોષની લાગણી ફાટી નીકળી હતી. જો ખેડૂતો પર તાનાશાહી ગુજારવામાં આવશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

માળિયા મિંયાણાના ખાખરેચી ગામે વીજપોલના વલતર બાબતે ખેડૂતો અને તંત્ર આમને સામને આવી ગયા હતાં. અને હળવું થર્ષણ થયું હતું. ૭૬૫ કેવીના વીજ પોલની કામગીરી સમયે અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં હીટાચી અને જેસીબી લઈ કામગીરી કરવા જતા રોપની લાગણી ફેલાઈ હતી. ખેડુતોએ એ જયાં સર્વે થયો છે ત્યાં કામગીરી કરવામાં છળે તેવી માંગણી કરી હતી. જે બાબતે લઈને કંપનીના અધિકારીઓ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતાં. અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે.

લાકડીયા - વડોદરા હેવી વીજલાઈનમાં યોગ્ય વળતર અને સર્વે પ્રમાણે જ કામગીરીની માંગ, આત્મવિલોપન કરવા ચીમકી

ખેડૂતો સાથે બળજબરી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અને જરૂર પડે તો આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ તકે પાવર ગ્રીડ લાકડીયા વડોદરા ૭૯૫ કે.વી. વીજ પોલની કામગીરીમાં યોગ્ય વળતર મળે તે માટે વેશાસર, ખાખરેચી, પુળકોટ, મયુરનગર, ચાડધ્રા રાયસંગપર, જૂના અમરાપર, નવા ધનશ્યામગઢ, નવા અમરાપર, ઈશનપુર, વેગડવાવ, મંગળપુર સહિત ૧૩ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આજે શનિવારે બીજા દિવસે પણ વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી શરૂ કરતા ખેડૂતો ફરી મેદાનમાં ઉતયાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો.

જેથી ખેડૂતોને પોલીસ સાથે ચકમક ઝરી હતી. વિરોધ અંગે પૂળકોટ ગામના સરપંચ અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે ખાખરેચી ગામે વીજ કંપનીના અધિકારીઓ પોલીસને સાથે રાખીને ડરાવી ? કામ ચાલુ કર્યું છે. કંપની સાથે એક વર્ષથી વળતર મામલે વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. યોગ્ય વળતર મળે તો સહયોગ આપવા તૈયારી દર્શાવી છે અને હાલ કામ નહિ અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જયારે ખેડૂતોએ જણાવ્યું હતું કેમ શરૂ કરતા પૂર્વે મામલતદાર પંચ રોજકામ કરવાનું હોય જે કર્યું નથી અને ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી. ખેડૂતોને કલેકટર નોટીસ મળી નથી. અધિકારીઓ આવી કલેકટર હુકમ છે. કામ કરવાનું છે તેવું કહી કામ શરૂ કરી દે છે. અગાઉ લેખિતમાં આપતા હતા. ખેડૂતોને જંગી ભાવ પ્રમાણે વળતર મળે તેમાં કોઈ ખેડૂત સહમત નથી. જે અંગે ઈન્ચાર્જ મામલતદાર પરેશ ગંભીરે જણાવ્યું હતું કે લાકડીયા ૭૫ કેવી લાઈન નીકળે છે, જેમાં ખાખરેચી ગામે ખેડૂતો વળતર અંગે વિરોધ કરી રહ્યાં છે. તેઓ પોલ નાખવા ઉપરાંતબે પોલ વચ્ચે તારનીકળે તે જમીનના વળતર અંગે માંગકરી રહ્યાં છે. ખેડૂતોને સરકારની જોગવાઈ મુજબ વળતર આપવામાં આવે છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates