અતિવૃષ્ટિની સહાયના નામે મજાકરૂપ રકમ ચુકવતા ખેતીવાડી કચેરીએ હલ્લાબોલ
12 દિવસ પહેલા
ચોટીલા, થાન અને સાયલા પંથકના ખેડૂતો દ્વારા દેખાવો, સુત્રોચ્ચાર
સુરેન્દ્રનગર જીલ્લામાં ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિને કારણે નુકશાની અંગે સહાય ચુકવવામાં આવી રહી છે પરંતુ મોટાભાગના તાલુકાઓમાં ખેડુતોને નુકશાની બાદ દ નજીવી રકમ ચુકવવામાં આવતા સરકારે ખેડુતો સાથે મશ્કરી કરી હોવાના આક્ષેપ સાથે જીલ્લાના સાપલા, ચોટીલા, થાન સહિતના તાલુકાઓના ખેડુતોએ જીલ્લા ખેતીવાડી કચેરી સવિામાંથ કર્યો હતો અને તાત્કાલીક સહાયની પુરતી રકમ ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી એક અઠવાડીયા બાદ ખેતીવાડી કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારતા દોડધામ મચી જવા પામી છે. ઝાલાવાડના ખેતરોમાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાકનો સોથ વળી ગયો હોવા છતાં,
સર્વેક્ષણના કામમાં પોલંપોલ, યોગ્ય ઉકેલ નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ગત ચોમાસામાં અનિયમીત તેમજ પાછોતરા વરસાદના કારણે ખેડુતોના કપાસ, મગફળી સહિતના પાકોને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું તેમજ બે થી ત્રણ વખત પોષમાર વરસાદને પગલે ખેતરોનું ધોવાણ થતાં નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો જેને ધ્યાને લઈ - સરકાર દ્વારા ખેડુતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના અનેક તાલુકાઓમાં સ્થાનીક તંત્ર, ગ્રામસેવક, તલાટી સહિતનાઓની મીલીભગતના કારણે ખેડુતોના ખેતરો સુધી જઈ સર્વે કરવાને બદલી અમુક ખેતરોમાં સર્વે હાથપરી નુકશાનીના ખોટા આંકડાઓ દર્શાવતા જીલ્લાના શ્વાન, સાયલા, ચોટીલા, લીંબડી સહિતના તાલુકાઓના અનેક ગામોના ખેડુતોને મોટાપાયે નુકશાન થયું હોવા છતાં ઓછું નુકશાન દર્શાવતા ખેડુતોને હાલ નજીવી રકમની સહાય ચુકવવામાં આવતા સરકારે ખેડૂતો સાથે મશ્કરી કરી હોય તેમજ લાગી રહ્યું છે અને નુકશાની સામે મામુલી રકમ જમા થતાં ખેડુતોમાં સરકાર તેમજ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. જ્યારે અમુક ગામોમાં સર્વેની ટીમ દ્વારા સર્વે કર્યા વગર બારોબાર નુકશાની ન થઈહોવાનું દર્શાવતા અનેક ખેડુતો સહાયથી વંચીત રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અગાઉ થોડા દિવસો પહેલા પણ ખેડુતોએ આ મુદ્દે લેખીત રજૂઆત કરી હતી પરંતુ તંત્રના પેટનું પાણીન હલતાફરી વખત રોષે ભરાયેલા સાયલા, ચોટીલા, પાન, પ્રાંગધ્રા તાલુકાના ખેડુતો ખેતીવાડી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને વિવિધ પોસ્ટરી સાથે કચેરીમાં હલ્લાબોલ અને સુત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.
ખેડૂતોએ સરકાર તેમજ તંત્ર વિરોધી વિવિધ બેનરો સાથે હલ્લાબોલ કર્યો
જીલ્લાના રોષે ભરાયેલા અલગ-અલગ તાલુકાના ખેડુતોએ વિવિધ બેનરો જેમ કે, ના કાળી છે ના ધોળી છે, સરકાર બોબડી બેરી છે... જબ જબ કિસાન બોલા હે રાજસિહાસન ડોલા હે... અભણ નેતાને ઠોઠ અધિકારી ખેડુતોની વધારી ઉપાધી... હમે હમારા હક્ક ચાહીયે નહિં કિસીકે ભીખ ચાહીયે... સહિતના બેનરો સાથે ખેતીવાડી કચેરી ખાતે હલ્લાબોલ કરી રોષ દાખવ્યો હતો. આ તર્ક મોટીસંખ્યામાં ખેડુત આગેવાનો સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.
તેમજ આગામી ૮ દિવસમાં તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં. આધે તો જલ્લા ખેતીવાડી કચેરી ખાતે આરશાંત ઉપવાસ પર ભેંસવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે મોટીસંખ્યામાં ખેડૂત આગેવાનો સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
સાયલા તાલુકામાં અનેક ખેડૂતોના ફોર્મ રીજેક્ટ થયા હોવાનો આક્ષેપ
સાયલા તાલુકાના વાટાવચ્છ, સુદામડા, ભાડલા સહિતના અનેક ગામોના ખેડુતોને મોટાપાયે નુકશાની થઈ હતી જેમાં અંદાજે ૧૩,૦૦૦થી વધુ ખેડુતોએ નુકશાની અંગે સહાય મેળવવા ફોર્મ ભર્યા હતા. પરંતુ મોટાભાગના ખેડુતોના ફોર્મ રીજેક્ટ થતા સહાયથી વંચીત રહેવાનો વારો આવતા રોષ જોવા મળ્યો હતો.