કૃષિ ક્ષેત્રે 'કેશ ઈઝ કિંગ': ગ્રામીણ વિસ્તારમાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની મંદ ગતિ
22-02-2025
માળખાકીય સાધનોના અભાવે ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ સ્વીકારની ગતિ ધીમી
૨૦૧૬ના ડીમોનિટાઈઝેશનના પગલાં પાછળનો એક હેતુ દેશને કેશલેસ ઈકોનોમી બનાવવાનો પણ રહ્યો હતો પરંતુ ભારત જેવા કૃષિ ક્ષેત્ર દેશમાં આ હેતુ પાર પદ્ધતિને પ્રાથમિકતા અપાઈ રહી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પેમેન્ટ સાધનો પરના છેલ્લામાં છેલ્લા સર્વેમાં જણાયું છે કે ખેડૂતો માટે રોકડમાં વ્યવહાર કરવાનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે. ખેડૂતો દ્વારા થતા પેમેન્ટસના કુલ વ્યવહારમાંથી ૭૨ ટકા કેશમાં થાય છે, જ્યારે ટ્રેડરો માટે આ આંક ૪૫ ટકા અને રિટેલરો માટે ૬૧ ટકા છે. આમ છતાં રોકડના વપરાશમાં ૨૦૨૨થી ૭થી ૧૩ ટકા ઘટાડો પણ જવા મૂળ્યો હોવાનું પદ્ધતિમાં નાણાંકીય સ્થિતિસ્થાપકતા રહે છે જેમાં ખેડૂતોને વચેટિયાઓની દૂર રાખવામાં, સારા ભાવ મેળવવામાં તથા આર્થિક આંચકા સામેથી બચવામાં મદદ મળે છે. ખેડૂતો દ્વારા કુલ પેમેન્ટસમાંથી ૧૮ ટકા ઈલેક્ટ્રોનિકસ પદ્ધતિથી કરવામાં આવે છે, જ્યારે ટ્રેડરોમાં આ આંક ૩૧ ટકા અને રિટેલરોમાં ૨૨ ટકા જોવા મળ્યો છે.
માળખાકીય સાધનોના અભાવે શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ સ્વીકારની ગતિ ધીમી જોવા મળી રહી છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ટ્રેડરો તથા રિટેલરોમાં ડિજિટલ પેમેન્ટ પદ્ધતિના સ્વીકારમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા નાણાંકીય સર્વસમાવિષ્ટતા તથા યુપીઆઈ અને મોબાઈલ બેન્કિંગ જેવી પહેલોના પરિણામો મળવાનું શરૂ થયું છે, એમ રિપોર્ટ પરથી કહી શકાય એમ છે.