દ્વારકા જિલ્લામાં પાક નુકસાનના સર્વે અને સહાયમાં મોટી ગોલમાલ
17 દિવસ પહેલા
ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર આપીને રજૂઆત
ખંભાળિયામાં આમ આદમી પાટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનીના સરવેમાં ગોલમાલ થવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરી હકદાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સરપંચ-તલાટી સાથે દરેક ખેતરે જવાના બદલે માત્ર ઓફિસમાં બેસીને સર્વે રીપોર્ટ તૈયાર કરાયાનાં આક્રોશ સાથે તટસ્થ તપાસની માગણી
દેવભૂમિહારકા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે. સરકાર દ્વારા જુલાઈ અને ઓગસ્ટના નુકસાન માટેસરર્વેની જાહેરાત કરી અને પિયત વિસ્તારમાં પ્રત્તિ હેક્ટર રૂ. ૨૨,૦૦૦, બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ. ૧૧,૦૦૦/- રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં આપવાની જાહેરાત કરી છે. આ સરવેમાં જેટીમ ગઈ હતી, એ ટીમો એમને આખી સર્વેની પ્રક્રિયાને ઠેબે ચડાવી! દરેક ખેતરે સરપંચ અનેતલાટીને સાથે રાખી નુકસાનીનું પંચરોજ કામ કરવાને બદલે માત્ર ઓફિસમાં ભેસી, ક્યાંક ક્યાંક તો ગામના કોઈક આગેવાનને માત્ર ફોનથી પૂછીને નુકસાનીના આંકડા લખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને મળવાપાત્ર જેરકમ હતી એ મળી નહિ.
ખેડૂતો વિગતો સાથે ફોર્મ ભરાવડાવવામાં આવ્યા જ્યારે સહાયની રકમ જમા થઈ ત્યારે ખબર પડી કે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. સરવેમાં ગયેલી ટીમદ્વારા ખોટા આંકડાઓ લખવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે અમુક આખેઆખા ગામો સહાય અને સરવેથી જ બાકાત રહી ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમુક ખેડૂતોને સહાયથી બાકાત રાખવામાં આવ્યા. જેને સહાય મળી રહી છે તે ખેડૂતોને નુકસાનીનું ક્ષેત્રફળ પટાડી ઓછી સહાય મળે એ માટેનું પડયંત્ર કરવામાં આવ્યું. સરવેના આવાતરકટની એક તટસ્થ એજન્સીને સંપૂર્ણ તપાસ સોંપવામાં આવે તેમજ ખેડૂતો સાથે આ એક પ્રકારે છેતરપિંડી કરી છે, તે તમામ અપિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ સાથે આમ આદમી પાટીદ્વારા તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી અને રજૂઆતો કરવામાં આવી છે.