ગુજરાતમાં ખેતીની ખરીફ ઋતુ પૂરી, 84.89 લાખ હેક્ટર વાવેતર નોંધાયું
15-10-2024
મબલખ પાકના અંદાજો: મગફળી 58 લાખ ટન, સોયાબીન 5.51 લાખ ટન
ગુજરાતમાં અર્થતંત્ર પર વ્યાપક અસર કરતી ખેતીવાડીની મુખ્ય, ખરીફ ઋતુ કૃષિ વિભાગ દ્વારા પૂર્ણ જાહેર કરાઈ છે અને સીઝનમાં વાવતરના આજે જારી કરાયેલા ફાઈનલ આંકડા મૂજબ રાજ્યમાં ૮૪,૮૮,૭૮૪ હેક્ટરમાં વિવિધ મુખ્ય છે પાકોની વાવણી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ૨૩.૭૧ લાખ હે. જમીનમાં કપાસ અને ૧૯.૦૮ લાખ હેક્ટરમાં મગફળીનો પાક લેવાયો છે.
કપાસનું ૮૮ લાખ ગાંસડી સાથે ઉત્પાદન જળવાશેઃ તુવેર, ડાંગર, મઠ, બાજરી, મકાઈ, દિવેલા, શાકભાજી વગેરેમાં પણ સારા પાકનો અંદાજ
આ પૂર્વે કૃષિવિભાગ દ્વારા ખરીફ પાકના ઉત્પાદનના આપેલા અંદાજો મૂજબ મગફળીના વાવેતરમાં ૯ ટકાના વધારા સાથે ગત વર્ષે ૪૬.૪૬ લાખ ટન સામે આ વર્ષે ૫૮.૦૪ લાખ ટનનો રેકોર્ડબ્રેક પાક થવાનો અંદાજ છે. જ્યારે સોયાબીનનું વાવેતર નોર્મલ કરતા ૨૭ ટકા વધ્યું છે અને તેનું પણ પ.પર લાખ ટન જેટલું વિક્રમી ઉત્પાદન થશે. જ્યારે કપાસનું વાવેતર આંશિક ઘટયું છે જેનું એક સમયે ૧૦૦ લાખ ગાંસડીએ પહોંચ્યા ભાદ આ વર્ષે ૯૫ ટકાથી વધુ વાવેતર સાથે દે ખરીફ સીઝનનું ૮૮.૩૧ લાખ ગાંસડીનો અંદાજ છે. આ ઉપરાંત તુવેર, ડાંગર, શાકભાજીનું વાવેતર પણઆઠ ટકા જેટલું વધ્યું છે, અને બાજરી, મકાઈ, મઠ, દિવેલા વગેરે મુખ્ય પાકોનું ઉત્પાદન પણ જળવાઈ રહેવાના અંદાજો છે.
રાજ્યમાં ગત વર્ષે ૩૮ ઈંચ વરસાદ વરસ્યો હતો જે નોર્મલ ૧૦૦ ટકા સામે ૮ ટકા વધારે હતો. જ્યારે આ વર્ષે અનેક તાલુકાઓમાં અતિશય વૃષ્ટિ થઈ છે જેના કારણે વાવેતર ૯૯.૧૮ ટકાએ ગત વર્ષ જેટલું જળવાઈ રહ્યું છે પણ વધારો થયો [ નથી. પરંતુ, જળાશયોમાં આજની તારીખે ૯૬.૮૨ ટકાનો જળસંગ્રહ છે અને આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ૧૯૨ ડેમો તો છલોછલ છે, જેના પગલે શિયાળામાં મૌસમ અનુકૂળ રહે તો ખેડૂતો રવિ પાક સારો લઈ શકે તેવી આશા છે.
હાલ, માર્કેટ પાડર્ડોમાં મગફળી, કપાસ, સૌયાબીન સહિત વિવિધ તૈયાર થયેલી જણસીની પૂમ આવક શરુ થઈ છે પરંતુ, આ સાથે હાલ કમોસમી વરસાદની સ્થિતિથી વિઘ્ન આવી રહ્યા છે. ઉપરાંત મગફળી સહિત પાથરાંઓને નુકશાનના અહેવાલો પણ મળ્યા છે. આમ, મેઘરાજા વિરામ લે અને સુકા હવામાન સાથે તડકો રહે તો દિવાળી સુધીમાં ધૂમ સોદા થવાની કૃષિ જણસીના વરસાદી માહોલથી કૃષિપેદાશો વેચવામાં પણ મૂશ્કેલી આવી રહી છે.