રવિ સીઝન શરુ થઈ છે ત્યારે, ખેડૂતોને ખાતરની વર્તાતી ખોટ

09-11-2024

Top News

કિસાનોની જેમ કર્મચારીઓએ કૃષિની પૂર્વ તૈયારી કરી નથી

ગુજરાતમાં ગત ચોમાસામાં ધોધમાર વરસાદના પગલે હવે કૃષિની રવિ સીઝન શરુ થઈ રહી છે, અને હાલ શિયાળુ પાક માટે પર્યાપ્ત ઠંડી નહી હોવાથી અને સાથે સોયાબીન, મગફળી સહિતની ઉપજના વેચાણમાં ખેડૂતો વ્યસ્ત હોય વાવેતર મંદ છે પરંતુ, દેવદિવાળી પછી વાવણીને વેગ મળશે. આ સ્થિતિમાં ખેડૂતોને ફરી એક વાર ખાતરની ખોટ વર્તાઈ રહી છે અને ખેડૂતોએ જણાવ્યું કે રીતે સર્જાઈ છે. કે આ તંગી કૃત્રિમ રાજ્યમાં અને વિશ્વભરમાં ડાયમોનિયમ ફોસ્ફેટ ખાતરનો ખેડૂતોની ઉપયોગ કૃિષ માટે થતો રહ્યો છે. બીજા નંબરે એનપીકે ખાતર વપરાતું હોય છે.

આ ખાતર સહકારી મંડળીઓ મારફત વિતરણ થતું હોય છે અને ખેડૂતોના જણાવ્યા મૂજબ પ્રતિ હેક્ટર ૧૨૦થી ૧૪૦ કિલો ખાતરની જરૂરિયાત રહેતી હોય છે. ગુજરાતમાં શિયાળાની એટલે કે રવિ ઋતુમાં સરેરાશ ૪૯ લાખ હેક્ટરમાં ઘંઉં સહિત વાવણી થતી હોય છે.

દર વર્ષે દિવાળી પછી રવિ ઋતુ શરુ થાય છે અને કેટલા હેક્ટરમાં વાવણી થશે, કેટલા ખાતરની જરૂરિયાત પડશે તેની માહિતી અગાઉથી ઉપલબ્ધ હોવા છતાં સરકારી તંત્ર તેની પૂર્વ તૈયારી કરવામાં જાણી જોઈને નિષ્ફળ જતી હોય છે તેમ ખંડૂતાએ જણાવ્યું છે.

સરકારી હેલ્પલાઈન શોભાના ગાંઠિયા જેવી, ડીએપી ખાતરના વિકલ્પે જૈવિક ખાતરના નામ પર છાણ જ વેચાતુ હોવાની શંકા

કિસાન મોરચાના નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે ખેડૂતો જેમ રવિ પાકની આગોતરી તૈયારી કરતા હોય છે તેમ સરકારના નેતાઓ અને અફસરો કેમ નથી કરતા તેમણે ઉમેર્યું કે સરકારે જે હેલ્પલાઈન ખરી કરી ત્યારે ખુતોને ભાતરની માહિતી માટે કોઈ હેલ્પ મળતી નથી, કારણ કે હેલ્પ કરનારને જ ખબર નથી શું સ્થિતિ છે. ખાતર ખેડૂતો સુધી પહોંચ્યું નથી અને કારખાનાઓમાં પહોંચી જાય છે.

તો બીજી તરફ, હવે ઓર્ગેનિક ખેતીનું ચલણ વધતું જાય છે ત્યારે ઓર્ગેનિક કે જૈવિક ખાતરનું વેચાણ પણ રૂ।.૫૦૦થી ૯૦૦ના ભાવે થવા લાગ્યું છે. આ અંગે કિસાન નેતા વિઠ્ઠળભાઈ દુધાત્રાનો સંપર્ક સાધતા જણાવ્યું કે આ જૈવિક ખાતર કેટલું અસલી અને કેટલું ડુપ્લિકેટ કે ભળતું તે અંગે સવાલો છે. અંદર શું કન્ટેન્ટ છે તે જણાવાતું નથી. જે પોષક તત્વોની વાતો થાય છે તે તો ગાયના છાણમાં પણ હોય છે જે ઢગલામોઢ નજીવા ભાવે ગૌશાળા કે પાંજરાપોળથી મેળવી શકાય છે. આ જૈવિક ખાતરમાં ખરેખર શું છે છે તે દર્શાવવા ચૂસ્ત નિયમો હોવ તો ખેડૂતો વિકલ્પ તરીકે કે આ ખાતર  વાપરતા છેતરાય નહિ.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates