ઊંઝા APMCની ચુંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા

17 દિવસ પહેલા

Top News

ધારાસભ્ય કીરિટ પટેલ અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જુથ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

ઊંઝા એપીએમસીની ૧૫ બેઠકોની ચૂંટણીમા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બુધવારે ફોર્મ ભરાતા દિવસભર એપીએમસીમાં મેળા જેવો માહોલ રહ્યો હતો. ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિત વેપારીઓ અને ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. ઊંઝા એપીએમસીમાં ખડૂત વિભાગની દસ, વેપારી વિભાગની ચાર, અને ખરીદ વેચાણ મંડળીની એક બેઠક મળીને કુલ ૧૫ બેઠકોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે સવારે ૧૧/૦૦થી ૫/૦૦ વાગ્યા સુધી વેપારીઓ ખેડૂતો ઉમટી પડતાં દિવસભર રાજકીય માહોલ જોવા મળ્યો હતો.

ચૂટણીમાં ખેડૂત વિભાગમાંથી એપીએમસીના પૂર્વે સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ તેમજ ઊંઝા પારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઊંઝા એપીએમસીના પૂર્વ મેરળન દિનેશભાઈ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી ભર્યું છે. આવતીકાલે ગુરૂવારે કોર્મ ચકાસણી થશે ત્યારબાદ તા.૯મીએ કોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા માટે દિનેશ પટેલ અને કિરીટ પટેલના જૂથો દ્વારા મતદારોને રીઝવવા માટે રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ભાજપ દ્વારા કયા જૂથના આગેવાનને મેન્ડેટ અપાશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.

મેન્ડેટને લઈ સરકાર દ્વિધામાં

માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા ઘણાં સમયથી ભાજપના જ બે જૂથો દ્વારા મેન્ડેટ મેળવવા માટે પ્રદેશ કક્ષા સુધી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલાં મંડળીના પ્રતિનિધિઓએ ઉમેદવાર અમારો હોવા જોઈએ તેવી રજૂઆત મહેસાણા કમલમ્ ખાતે કરવામાં આવી [હતી અને જો મતદારયાદી બહારના ઉમેદવારને મેન્ડેટ આપશે તો પરિણામ [કઈક વિપરીત જ આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.જેને લઈને |સરકાર પણ દ્વિધામાં મુકાઈ છે. સરકાર કોને મેન્ડેટ આપશે તે કહેવું મુશ્કેલ [છે. સરકાર મેન્ડેટ આપવા બાબતે અનેક સવાલો ઉભા થયા છે.

આજે ફોર્મની ચકાસણી થશે

ઊંઝા એપીએમસીમાં ૧૫ બેઠકોની ચૂંટણી માટે ૧૦૦ ફોર્મ ભરાયાં છે. ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૭૪ ફોર્મ ભરાયા હતા. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૨૪ ફોર્મ ભરાયા છે. તેમજ ખરીદ વેચાણ વિભાગની ૧ બેઠક માટે ૨ ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના એક વ્યક્તિ એક હોદ્દાના સૂત્રનો ઊલાળિયો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક વ્યક્તિ એક હોદાનો સૂત્રા જાહેર કરાયું હતું. ત્યારે ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યે જ ફોર્મ ભરીને પ્રદેશ અધ્યક્ષના સૂત્રનો ઉલાળિયો કરીને ભાજપ સામે જ શિંગડા ભરાવ્યા હોય તેવી સ્થિતી નિર્માણ પામી છે. બીજી બાજુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાટી જે પ્રમાણે મેન્ડેટ આપશે તે પ્રમાણે અમે આગળ વધવાના છીએ. મેં ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. દિનેશભાઈ જૂથને મેન્ડેટ મળશે તો ચૂંટણી નહિ લડીએ. પક્ષના આદેશ પ્રમાણે કરવામાં આવશે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates