વૈશાખી વાયરાં વચ્ચે અષાઢી આડંબર સૌરાષ્ટ્રમાં પાંચ ઈંચ સુધી મેઘ'કહેર”

23 કલાક પહેલા

Top News

સૂર્યનારાયણે આકરો તાપ, ને વાદળોએ માવઠું વરસાવ્યું

સૌરાષ્ટ્રમાં આજે પણ ભરઉનાળે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે કમોસમી વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. આજે સવારથી સૂર્યનારાયણે આકરો તાપ વરસાવ્યો હતો અને બાદમાં બપોરથી આકાશમાં છવાયેલા વાદળોએ માવઠું વરસાવ્યું હતું. આવા વૈશાખી વાયરાં વચ્ચે અષાઢી આડંબરમાં પાઁચ ઈંચ પાઁચ ઈંચ સુધી મેઘ‘કહેર વરસી હતી, જેમાં ખેતરો કે માર્કેટીંગ યાર્ડમાં પાક જણસીને નુકશાન સહિતની ખાનાખરાબી પણ સર્જાઈ હોવાથી ખેડૂતોને મોંઢે આવેલો કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતિ છે. આજે ખાસ કરીને વિસાવદર પંથકમાં ૪-૫ ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો. જયારે ગોંડલ અને જામકંડોરણામાં દોઢ ઈચ તો લીલીયા અને બગસરામાં એક ઈંચ વરસાદ વરસાદ નોંધાયા હતા. અન્ય અનેક શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા હતા.

વિસાવદર પંથકમાં ૪-૫ ઈંચ વરસાદથી જળબંબાકાર, કોટડાસાંગાણીમાં બે ઈંચ, ગોંડલ અને જામકંડોરણામાં દોઢ ઈંચ, લીલીયા, વીરપુર, બગસરામાં એક ઈંચ વરસાદ

રાજકોટમાં આજે ૪૧ ડિગ્રીથી વધુ ગરમીથી લોકો આકુળ-વ્યાકુળબની ગયા હતા. બપોર બાદ આકાશમાં થોડા વાદળો આવી ચડ્યા હતા, પણ ટાઢક આપતો વરસાદ વરસ્યો નહોતો. જ્યારે આજે ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો અને બે ઈંચ વરસી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. તોફાની પવનથી રાજગઢ રોડ પર વૃક્ષો પડી જતાં રસ્તો બંધ થઈ ગયો હતો.

સાવરકુંડલામાં વૃક્ષ ધરાશાયી થતાં ચાર વાહનો દબાઈ જવાથી નુકસાન

એ જ રીતે જામકંડોરણા અને ગોંડલમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદે ભરઉનાળે ચોમાસાનો માહોલ સર્જી દીધો હતો. જેમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનો મોટો જથ્થો પલળી ગયો હતો. તેજ પવનથી અનેક સ્થળોએ વૃક્ષો પણ તૂટી પડયા હતા. જેતપુરમાં જોરદાર ઝાંપટાથી માર્કેટિંગ યાર્ડમાં 500 થી વધુ મરચાની ભારી અને ડુંગળીના બાચકા પલળી ગયા હતા.

ગોંડલ અને જેતપુર માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી અને મરચાનો મોટો જથ્થો પલળી ગયો

જ્યારે યાત્રાધામ વીરપુરમાં પણ સાંજે એક ઈંચ જેવા તોફાની માવઠાંએ સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું હતું. આજે વિંછીયામાં પણ મોડી સાંજે બે વખત તોફાની ઝાપટાં વરસ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોએ વાવેલા તલ, મગ, ડુંગળી,| મગફળી સહિતના ઉનાળું પાકને નુકસાન થવા લાગ્યું છે. જૂનાગઢ જિલ્લામાં આજે પણ છૂટો-છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં આજે વિસાવદરમાં સાંજે ૪ વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં સાંબેલાધારે અઢી ઈંચ વરસી ગયો હતો. એ જ રીતે આસપાસનાં કાલસારી, વેકરીયા, લાલપુર, કાલાવડ વગેરે ગામડાંમાં જળબંબાકાર સર્જાયો હતો.

કોટડાસાંગાણી-રાજગઢ રોડ પર વૃક્ષો તૂટી પડતા રસ્તો બંધ ગોંડલમાં પણ ઝાડ ધરાશાયી

અમરેલી જિલ્લાની વાત કરીએ તો આજે લીલીયા અને બગસરામાં ધોધમાર એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલાના શિવાજીનગરમાં વૃક્ષ ધરાશાયી થતાં ચાર વાહનો દબાઈ જવાથી નુકસાન થયું હતું. આજેધારી, ચલાલા, ખાંભા, વડિયા પંથકમાં પણ હળવા-ભારે ઝાપટાં પડ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates