કૃષિ વિભાગનો દાવો: ઉત્સવમાં અઢી લાખ ખેડૂતો ભાગ લેશે
18 દિવસ પહેલા
૬ અને ૭ ડિસેમ્બરે ગુજરાતના ૨૪૬ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ યોજાશે
ગાંધીનગર, ગુજરાતમાં આગામી ૬ અને ૭ ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ રાજ્યના ૨૪૬ તાલુકાઓમાં યોજાશે અને તેમાં તમામ મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
રાજ્યકક્ષાનો ઉત્સવ દાંતાવાડામાં, તાલુકા સ્તરના કાર્યક્રમોમાં તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ જોડાશે
નવી કૃષિ પદ્ધતિઓ તેમજ ટેકનોલોજીનો લાભ ખેડૂતોને મળે તે માટે સરકાર કૃષિમેળાનું આયોજન કરતી હોય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં રાજ્યકક્ષાનો કૃષિ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યમાંથી ૨.૫૦ લાખ જેટલા ખેડૂતો હાજરી આપશે.