ત્રણ વર્ષ પછી ગુજરાતમાં સ્થાનિક સિંગતેલ સસ્તું, ડબ્બાના રૂ. 2300
2 દિવસ પહેલા

મગફળીનું 51 લાખ ટન વિક્રમજનક ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો
મગફળી ઉત્પાદનયાં સમગ્ર દેશમાં નં.1 અને દેશની 46 ટકાથી વધુ મગફળી પકવતા ગુજરાતમાં ગત વર્ષોમા લોકોને મોંઘુદાટ સિંગતેલ વેચ્યા બાદ ત્રણ વર્ષ બાદ ગુજરાતીઓને વાજબી ભાવે સિંગતેલ મળતું થયું છે.રાજકોટ તેલબજારમાં એક સપ્તાહમાં રૂ.70નો ઘટાડો થઈને ગઈકાલે ૧૫ કિલો ડબ્બો ઐતહાસિક તળિયે પહોંચ્યા બાદ આજે કરેકશન બાદ રૂ 2275-2325ના ભાવે સોદા પડ્યા હતા. જથ્થાબંધ વેપારીના સુત્રોએ જણાવ્યુ કે, 2022 પછી સિંગતેલ આટલા નીચા ભાવ પર આવ્યું છે.
અગાઉ રૂ. 3000 સુધી ભાવ પહોચ્યાં હતાં. અને ચાલુ વર્ષના આરંભે જાન્યુઆરીમાં પણ રૂા.૨૫૦૦ આસપાસ ભાવ ટકયા હતાં. જેમાં હાલ ૨૦૦નો વધુ ઘટાડો થયો છે ગુજરાતમાં ગત ચોમાસામાં વ્યાપક વરસાદથી તા.૧૪-૧૦-૨૦૨૪ના ખેતીવાડીની ખરીફ સીઝન પૂરી થઈ ત્યારે રાજ્યમાં ૧૯.૦૮ લાખ હેક્ટરમાં મગફળીના બીજ રોપાયા હતા. જેના પગલે ઈ.સ. ૨૦૨૪-૨૫માં સત્તાવાર દ્વિતીય પ્રગતિશીલ અંદાજ મૂજબ રાજ્યમાં ૫૦.૭૨ લાખ ટન મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન નોંધાયું છે. સમગ્ર દેશમાં અપેડા મૂજબ ઈ.સ. ૨૦૨૩-૨૪માં ૧૦૧.૮૦ લાખ ટન મગફળીના ઉત્પાદનમાં નં.૧ રાજ્ય ગુજરાતનો હિસ્સો ૪૫.૬૨ ટકા વધી હતો અને રાજ્યના કુલ ઉત્પાદનમાં આશરે ૭પ ટકા માત્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં થાય છે.
સરકારે ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી પણ પાક તેથી ચાર ગણો, યાર્ડમાં હજુ પ્રતિ મણ રૂા.૮૫૦-૧૨૫૦ના ભાવે વેચાતી મગફળી
સરકારે ૧૨ લાખ ટનથી વધારે મગફળીની ટેકાના ભાવ મણના આશરે રૂ।.૧૩૫૨ના ભાવે ખરીદ કરી હતી જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી ગણાઈ છે. પરંતુ, આ ખરીદી એ કૂલ ઉત્પાદનના પચીસ ટકા છે. આમ, ૩૭ લાખ ટનથી વધુ મગફળી હજુ ખેડૂતો પાસે પડી છે જે વેચવા માટે યાર્ડમાં હજુ ઠલવાઈ રહી છે. પાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ રૂ।.૮૫૦થી ૧૨૫૦ ખેડૂતોને મળે છે.
મગફળીનું ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ સહિત દેશોમાં ૨૦૨૪માં 6.80 લાખટન નિકાસ થઈ હતી પરંતુ, ઉપજમાં તોતિંગ વધારા સામે આ નિકાસ નહીવત્ છે. વેપારી સુત્રો ઉમેરે છે કે પાસિયા અને સિંગતેલના ભાવ વર્ષો બાદ સમાન થઈ જતા ઘણા ઘરોમા રસોઈ માટે હવે સિંગતેલનો વપરાશ વધ્યો છે.ફાફડાં સહિતના લાઈવ ફરસાણમાં વેપારીઓ સિંગતેલ વાપરતા થયા છે. આ કારણે ગત વર્ષે રૂા.૩૦૦૦ની સપાટીએ વેચાણ ઘટીને કૃત માં સાથીમા ખાદ્યતેલોમાં માત્ર ૧૦-૧પટેકા થઈ ગયું હતું તે હવે ૨૫થી ૩૦ ટકા સુધી સૌરાષ્ટ્રની તેલબજારમાં જુના ડબ્બામાં વેચાણ કરી ચાલુ કરાયું છે. અને આ તેલનો ડબ્બો રૂટીન ભાવ કરતા રૂ।.૫૦ સસ્તો હોય છે. ઉલ્લેખનીય છે કે તેલના નવા ડબ્બામાં ૧૫ કિલો તેલનો ભાવ મહત્તમ રૂા.૨૩૨૫ છે જયારે કેટલાક મિલરો ૧૫ લિટરના ડબ્બા વેચે છે જેના ભાવ રૂ।.૧૮૦ ઓછા હોય છે. આજે તૈલબજારમાં સિંગતેલના રૂ।.૨૩૨૫ સામે કપાસિયા તેલના રૂ।.૨૨૪૦ એટલે કે માત્ર રૂ।. ૮૫નો હરેક છે અને છૂટકમાં બ્રાન્ડેડ કપાસિયા સિંગતેલની લગભગ સમાન વેચાઈ રહ્યું છે.