ગુજરાતમાં આવશે વરસાદની લહેર, 20 થી વધુ જિલ્લામાં બે દિવસ પધારશે મેઘરાજા, જાણો

30-03-2025

Top News

2-3 એપ્રિલના વાતાવરણમાં પલટો આવી શકે

ગુજરાતમાં હજુ ઉનાળો જામ્યો પણ નથી ત્યાં વાતાવરણમાં પલટાનો યોગ સર્જાયો છે. આગામી ૨-૩ એપ્રિલના ગુજરાતના ૨૦થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સુરતમાં દિવસનું તાપમાન બે ડિગ્રી વધીને ૩૮.૧, રાત્રિનું ત્રણ ડિગ્રી ઘટીને ૨૦.૮ ડિગ્રી: ૧૨ કિ.મીની ઝડપને પવનો ફૂંકાયા

આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૮.૧ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૦.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા, હવાનું દબાણ ૧૦૦૫.૬ મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૨ કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા.આમ ઉતર-પશ્ચિમ દિશામાંથી જમીન પરના ગરમ પવન ફુંકાતા તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો. જયારે રાત્રીનું તાપમાન એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ઘટયુ હતુ. આમ તાપમાનમાં ઉતાર-ચઢાવ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ૧ અને ૨ એપ્રિલના રોજ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કસમોસમી વરસાદની આગાહી થતા ખેડુતોમાં ચિંતા ફેલાઈ છે. આજે અમદાવાદમાં ૩૬.૭ ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ મહતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુતમ તાપમાનમાં પાંચ દિવસ ફેરફાર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. ' 

આગામી બે દિવસ ક્યાં વરસાદની આગાહી

૨ એપ્રિલ:

છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર.

૩ એપ્રિલ:

સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates