મોજ ડેમમાંથી કુલ 85 દિવસ સુધી 1000 MCFT પાણી સિંચાઈમાં અપાશે
13-11-2024
18 નવેમ્બરથી 4 ડીસેમ્બર સુધી ફોર્મ સ્વીકારાશે
ઉપલેટા, ભાયાવદર અને સંલગ્ન ગામોની જીવાદોરી સમાન મોજ ડેમ હાલ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. જળરાશિ હિલ્લોળા લે છે ત્યારે આ ડેમનું પાણી કેનાલ મારફત સિંચાઈ આપવાનો નિર્ણય થયો છે.
૫ ડિસે.થી પાણીની કેનાલ મારફત શરૂઆત થશે ૮૫ દિવસ પછી ધાન્ય પાકોને જરૂર પડશે તો ૬ઠ્ઠ પાણ અપાશે
અહીંના મોજ ઈરિગેશન ગેસ્ટહાઉસમાં તાજેતરમાં સલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં કાર્યપાલક ઈજનેર પણ હાજર રહ્યા હતા! આ બેઠકમાં રવિ પાક માટે ૫ ડિસેમ્બરથી સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. જે ખેડૂતોએ સિંચાઈ લાભ લેવો હોય તે ખેડૂતે પોતાના માંગણી ફોર્મ આગામી ૧૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધીમાં ભરીને આપવાના રહેશે.
હાલના તબક્કે ૧૦૦૦ સભખ્ જળજથ્થો સિંચાઈ મોટ આપવાનું નક્કી થયું છે. આ કાર્યક્રમ ૮૫ દિવસ સુધી ચલાવવામાં આવશે. રવિપાકમાં ધાન્ય પાકોને વધુ પાણીની જરૂર પડશે તો છઠ્ઠુ પાણ પણ આપવાનું નક્કી થયું છે. કાર્યપાલક ઈજનેર પટેલના જણાવ્યા મુજબ પાણી છોડવા પૂર્વે કેનાલની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. જે તા. ૪ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.