ઓર્ગેનિક ખાતર બનાવવાનો બિઝનેસ કરવાની મજબૂત તક
27 દિવસ પહેલા
ખેડૂતો, એફપીઓ કે પછી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ આ દિશામાં આગળ વધી શકે છે
કૃષિ ઉપજની ડિમાન્ડમાં ૨૫ વર્ષમાં ૭૦ ટકા વધવાનો અંદાજ છે. વિશ્વ બેન્કનો અંદાજ છે કે ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસતિ વધીને ૯૦૦ કરોડને વળોટી જશે તેથી આહારની જરૂરિયાત અત્યારની તુલનાએ ૭૦ ટકા વધી જશે. અન્તની વધનારી જરૂરિયાત પ્રમાણે જમીનમાં વધશે નહિ. રાસાયણિક દવાઓનોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી કઠણ થઈ રહેલી જમીનમાં પાક લેવો | કઠિન બની રહ્યો છે. તેથી ઓર્ગેનિક ખેતી કરવાની જરૂરિયાત દુનિયાભરના દેશો મહેસૂસ કરવા માંડયા છે.
તેથી જ ઓર્ગેનિક ખાતરનો બિઝનેસ ફટાફટ વધશે તેમાં કોઈ જ બે મત નથી. આ સ્થિતિનો લાભ લેવા ઇચ્છનારાઓ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર મેન્યુફેક્ચરિંગની દિશામાં આગળ વધી શકે છે. ખેડૂતો, એફપીઓ કે પછી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ આ દિશામાં આગળ વધી શકે છે. કૃષિ સહકારી મંડળીઓ પણ ઓર્ગેનિક ખાતર બનાવવી સભાસદોને માટે વધારાની કમાણી કરવાનો રસ્તો ખોલી શકે છે.
ઓર્ગેનિક ફર્ટિલાઈઝર બનાવવા માટે લીલી વનસ્પતિના પાન, ડાળખાં, શાકભાજી ઉતારી લીધા પછી બચતા છોડ, સડી ગયેલા શાકભાજી, બેકરીમાં બનતી વસ્તુઓ બગડી ગયા પછી તેમાંથી ઓર્ગેનિક ખાતર બની શકે છે. ઘરમાં રાંધેલો અને બચેલો ખોરાક, ગાયભેંસનું ગોબર, બકરીની લીંડીઓ, કાપેલા ફૂલનો કચરો, ટૂથપિક્સ જેવી વસ્તુઓને ઓર્ગેનિક્સ વેસ્ટ ગણવામાં આવે છે. જે વસ્તુઓના વપરાશ પછી સડવા માટે ઓક્સિજનની જરૂર પડે તેવી દરેક વસ્તુ ઓને ઓર્ગેનિક ખાતર બનાવવા ઉપયોગી વસ્તુની યાદીમાં મૂકી શકાય છે. આ વસ્તુઓ સડવાને પરિણામે તેમાંથી મિથેન ગેસ છૂટતો હોવો જોઈએ.
હા ઓર્ગેનિક વેસ્ટ બનાવવા ઇચ્છતા સાહસિકોએ ખાતર બનાવવા માટેની વસ્તુઓમાં પ્લાસ્ટિકની બોટલ, સોડાની બોટલ, કોલ્ડ ડ્રિન્કસની બોટલ, દહીંના કપ, સેલફોન કે તેની બેટરી, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, પ્લાસ્ટિકની ચમચીઓ, પ્લાસ્ટિકની બેગ, જંતુનાશક દવાના કન્ટેઈનર્સ, દવાની ખાલી પડેલી બોટલ્સ, મોટરમાં વપરાઈ ગયા પછી બચેલું તેલથી ઓર્ગેનિક ખાતર બનાવનારાઓએ દૂર રહેવું જોઈએ. ઓર્ગેનિક વેસ્ટ મેળવવા માટે મ્યુનિસિપાલટી દ્વારા ઘરે ઘરે જઈને એકત્રિત કરવામાં આવતા ઘનકચરાનો પણ સમાવેશ થાય છે. તેનો ઉપયોગ કરવાનું આયોજન પણ કરી શકાય છે.
-વિવેક મહેતા