અમલસાડના જાણીતા ચીકુને GI ટેગ મળતા ખેડૂતો-મંડળીમાં આનંદની લાગણી
05-04-2025
દેશભરમાં અત્યાર સુધીમાં 300 ઉત્પાદનને જીઆઈ ટેગ મળ્યા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના જાણીતા અમલસાડના ચીકુને ભૌગોલિક ઓળખ આપતા જિયોગ્રાફીકલ ઈન્ડીકેશન ટેગ જી.આઈ. ટેગ) મળતા ખેડૂતો અને સહકારી મંડળીમાં આનંદ લાગણી પ્રસરી છે. જી.આઈ. ટેગના પગલે વૈશ્વિક ઓળખ સાથે ચીકુની માંગ વધવાની સંભાવના છું
દેવધા ગામે પ્રથમ વખત ચીકુનું વાવેતર કરાયું હતું અને આઝાદી પૂર્વેથી લાહોર, કરાંચી સુધી ટ્રેન મારફતે ચીકુ મોકલવામાં આવતા હતા
નવસારી ગફજી વલસાડ જિલ્લો, ભાગાયતી પ્રદેશ ગણાય છે, જેમાં કેરી, ચીકુ, કેળા સમિત ફળોનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને કેસર કેરી અને અમલસાડી ચીકુ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ગણદેવી તાલુકાની વાડીઓમાં કેરી અને ચીકુનુ મબલખ ઉત્પાદન થાય છે. અમલસાડી ચીકુ ખેડૂતો મંડળીઓમાં મોકલે છે. ત્યાંથી મંડળીઓ બજારોમાં મોકલે છે. ચીકુ માટે અમલસાડથી સ્પે. ટ્રેન દિલ્હી રવાના થાય છે. આમ ચીકુએ સમગ્ર દેશમાં પોતાની મીઠાશ ફેલાવી છે. નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંથ લિ. (કેનીંગ ફેક્ટરી) ગણદેવી તરફથી ચીકુને જી.આઈ, ટેગ મેળવવા માટે વર્ષ-૨૦૨૫માં પ્રયાસો યુનિવર્સિટીના સહકારથી અમલસાડ જી.આઈ. ટેગ મેળવવા માટે અરજી હાથ ધરાયા હતા. જેમાં નવસારી કૃષિ
થઈ હતી. જેમાં અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિ. એ અમલસાડના દેવધા ગામે પ્રથમ વખત ચીકુનું કરાયેલું વાવેતર અને જેને આઝાદી પૂર્વે ટ્રેનથી લાહોર, કરાંચી સુધી મોકલવામાં આવતા હતા તથા દિલ્હીના માર્કેટમાં ચીકુ મોકલવાની શરૂઆત થઈ હતી જેના તમામ ઐતિહાસિક પુરાવા રજૂ કર્યા હતા. ઉપરાંત હાલ ગણદેવી તાલુકાની તમામ મંડળીઓ ચીકુની વ્યવસ્થા કરે છે. ટ્રેન અને ટ્રક દ્વારા દેશના બજારોમાં કેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
ચીકુ માટે આ વિસ્તાર ભૌગોલિક રીતે કેટલો ફળદાયી અને વિશેષ છે એ માહિતી પુરાવા સાથે રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને તા.૨૭-૩-૨૦૨૫ના રોજ જિયોગ્રાફીકલ ઈન્ડકેશન રજીસ્ટ્રેશન વિભાગ ચેન્નઈએ અમલસાડ ચીકુને જી.આઈ. ટેગ પ્રમાણપત્ર જારી કર્યું હતું. જેની જાણકારી મળતા ખેડૂત અને ભાગાયતદારો તથા સહકારી મંડળીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
દેશભરમાં અત્યાર સુધીમાં ૩૦૦ ઉત્પાદનને જીઆઈ ટેગ મળ્યા
જી.આઈ. ટેગનો અર્થ જિયોગ્રાફિકલ ઈન્ડીકેશન થાય છે. તે કોઈ ઉત્પાદનને તેના મૂળ ભૌગોલિક પ્રદેશ સાથે જોડવા માટે અપાય છે. જી.આઈ. ટેગ ઉત્પાદનની વિશેષતાઓ, ઉત્પાદન ક્યાં થાય છે અથવા ક્યાં બનાવવામાં આવે છે તે જણાવે છે. વર્ષ ૨૦૦૩માં જી.આઈ. ટેગની શરૂઆત કરવામાં આવી હતી. દેશભરમાં અત્યાર સુધી ૩૦૦ ઉત્પાદનોને જી.આઈ. ટેગ મળ્યા છે. જેમાં કાશ્મીરની કેસર, પશ્મીની શાલને, નાગપુરની નારંગી, બંગાળના રસગુલ્લા, બનારસી સાડી, તિરૂપતિ બાલાજીના લાડુ, રતલામી સેવ, બિકાનેરી ભુજીયા, અલીબાગની સફેદ ડુંગળી, ભાગલપુરની જરદાલુ કેરી, કચ્છની ખારેક અને અમલસાડ ચીકુનો સમાવેશ થાય છે.