અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક અને બે વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને ઝળક્યો

3 દિવસ પહેલા

Top News

ઘરમાં ખેતી, આંગણે ગૌશાળા!

અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાની ખજુરી પ્રાથમિક શાળાના શિક્ષક યોગશ કાવઠીયાનાં માર્ગદર્શનથી બાળ વૈજ્ઞાાનિક વિધાર્થીઓ ખંજન ખીમાણી અને મંત્ર કાવઠીયાએ પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજીનાં સમન્વયનું એક એવું મોડલ આપ્યું છે, જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારના નાગરિકોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ મળી રહેશે, જે માટે એક પ્રોજેક્ટના માધ્યમથી નૂતન વિચાર રજૂ કર્યો છે, જેની સરાહના ભારતના ટોચના વૈજ્ઞાનિકોએ કરી છે.

આઈઆઈટી ગૌહાટી ખાતે આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં ડંકો વગાડયો

અમરેલી જિલ્લાનાં નાના એવા ખજુરી ગામની સરકારી પ્રાથમિક શાળાના બન્ને બાળ વૈજ્ઞાાનિકોએ શહેરીજનોના ઘરની અગાસી-છત પર પ્રાકૃતિક ખેતી અને તેમાં ટેકનોલોજીના સમન્વય સાથેનું આ મોડેલ ગૌહાટી આઇઆઇટી ખાતે આયોજિત ઇન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ- ૨૦૨૪માં રજૂ કર્યું હતું. એટલું જ નહીં, સસ્ટનેબિલિટી એન્ડ વેસ્ટ મૅનેજમેન્ટ થીમમાં દેશભરમાંથી આ પોડેલને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. જેણે ગ્રામ્ય સ્તરે કાર્યરત શાળાકીય પ્રવૃત્તિઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ પ્રોજેક્ટ અંગે શિક્ષક યોગેશ નવા પ્રયાસોના નૂતન મોડેલથી દેશના ટોચના વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા.

પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજીનો સમન્વય

કાવઠીયા કહે છે કે, ગુજરાતની એકમાત્ર ખજૂરી પ્રાથમિક શાળા આ રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેસ્ટિવલમાં ન માત્ર સહભાગી બની, પરંતુ ટોચનું સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેસ્ટિવલમાં પ્રાકૃતિક ખેતીને કેન્દ્રમાં રાખવામાં આવી હતી, જેમાં શહેરીજનોને પ્રાકૃતિક રીતે શહેરોમાં પણ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સરળ અને સુલભ રીતે મળી રહે તે માટે આગવો પ્રોજેક્ટ તૈયાર કર્યો

પકવેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સુલભ રીતે મળી રહે તેવા આશય સાથે આપ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જયારે શહેરી વિસ્તારોમાં કોઈ નવી સોસાયટી ડેવલપ થઈ રહી હોય ત્યારે જ તેની સાથે એક કોમન પ્લોટમાં એનિમલ હોસ્ટેલ કે ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે. આ મોડલ મુજબ ટેરેસ પર સોલારની જગ્યાએ બ્રાઇટ ગ્રીનહાઉસ સોલાર ફિટ કરવામાં આવશે. તેમાં ૧૫ બાથ ૨૦ ફૂટની જગ્યામાં વ ટકલ ફા મગ અને હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી એકકિચન ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. તેમાંથી દરેક થરને જરૂરિયાત પ્રમાણે શાકભાજી - ફળફળાદિ મળી શકશે. આ હાઈડ્રોપોનિક્સ અને વ ટકલ ફા મગની અંદર ઉપરથી સોલાર હોવાના કારવણે પાવર જનરેટ થશે, તેનો ઉપયોગ ઘરે વીજળી મેળવવામાં થઈ શકે છે.

આ સાથે દરેક ઘર દીઠ જરૂરિયાત મુજબ એનિમલ હોસ્ટેલમાં ગાય રાખવામાં આવશે. આ ગાયોનું દૂધ તે સોસાયટીને આપવામાં આવશે. ઉપરાંત ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર થયેલું ખાતર દરેક સોસાયટીના ટેરેસમાં નિર્માણ પામેલા બ્રાઇટ સોલાર ગ્રીન હાઉસમાં ઉપયોગ કરવામાં આવશે. હાલના સમયમાં દેશમાં વધતી જતી વસ્તીને અને શહેરીકરણને કારણ નાગરિકોને ખેતીમાંથી શુદ્ધ અને સાત્વિક ખોરાક મળવાનું મુશ્કેલ છે. એવા સમયે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનુસરવી અને રસાયણમુક્ત રીતના ઉપયોગ થકી પકવવામાં આવેલા ફૂડ, ઓર્ગેનિક શાકભાજી, ખાદ્ય ખોરાક મળી રહે તે માટે આ મોડલ બનાવ્યું છે. આશાકભાજીનો ઉપયોગથી સ્વાસ્થ્યમાં સુધારો નોંધી શકાશે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates