હાલાર પંથકના ખારાઇ ઊંટની સ્વાસ્થ્ય સંભાળ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો
15-11-2024
ઊંટડીનું દૂધ માનવ સમાજમાં માતાનાં દૂધનો વિકલ્પ બની શકે તેટલું પોષકમૂલ્ય ધરાવે છે
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૨૪ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ' તરીકે જાહેર કરાયું છે, ,ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને તે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંટપાલકોને ખારાઈ ઊંટની સ્વાસ્થ્ય સંભાળ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ખારાઈ ઊંટો ખૂબ સારું તરી શકે છે. ખારું પાણી પી શકે છે અને દરિયા કિનારાની ક્ષારયુક્ત મેગ્રુવ જેવી વનસ્પતિથી પેટ ભરી લે છે!
બાલાર પંથકમાંસમાવિષ્ટથતા જામનગર અનેદ્વારકા જિલ્લાના સાગરતટીય વિસ્તારોમાં ભૌષા રબારીઓ ખારાઈ પ્રજાતિના ઊંટનું પાલન કરે છે અને માત્ર ઊંટના દૂષ, તેમાંથી બનતા માવા અને ઊંટના વેચાણ દ્વારા જીવન નિર્વાહ ચલાવેછે. ખારાઈ ઊંટોની ખાસિયત એછેકે, ખુબ સારું તરી શકે છે, ખારું પાણી પી શકે છે અને દરિયાકિનારાની લારયુક્ત મેન્જીવ (ચેર) જેવી વનસ્પતિનો ચારો ચરતાં હોય છે. રસપ્રદ છે કે, ઊંટડીનું દૂષ માતાના દૂધનો વિકલ્પ બની શકે તેટલું પોષકમૂલ્ય ધરાવે છે. જેકોલેસ્ટ્રોલ નિયંત્રણ, ડાયાબીટીસ નિયંત્રણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.
તાલીમબધ્ધ પશુ ચિકિત્સકોની મદદ લઈને આવિચરતા માલધારીઓના દૂર-સુદૂર આવેલા ચરિયાણ વિસ્તાર સુધી જઈને ઊંટની આરોગ્ય સંભાળની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઊંટમાં મુખ્યત્વે નીમોપ્રોટોઝોન અનેસંસર્ગજન્મ ચામડીના રોગ થતા હોય છે. કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા - મહાદેવિયા, ખંભાળિયા તાલુકાના બેહ અને જામનગર તાલુકાના બેડ ગાર્માના અંતરિયાળ વિસ્તારમાં જઈને ૨૦૦ જેટલા ઊંટની સંપૂર્ણ આરોગ્ય વિષયક ચિકિત્સા કરી મેડીકલ, સર્જીકલ અને ગાયનેકોલોજીકલ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલકોને ઊંટના સ્વાસ્થ્ય માટે જરૂરી સાર-સંભાળ માટે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં પશુપાલન વિભાગ દ્વારા પણ જરૂરી તાંત્રિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.