ખેત જણસ આપવા જતા બાઇક સવાર સાળા-બનેવીના ટ્રકની ટક્કરે કરુણ મોત
2 દિવસ પહેલા

ખંભાળિયા પાસે ભાણવડ રોડ પર અકસ્માત
ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર આજરોજ વહેલી પર આજરોજ વહેલી સવારે પુરપાટ વેગે જઈ રહેલા એક ટૂંકના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા બાઈક સવાર સાળા-બનેવીના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.
આંબરડી ગામે રહેતા યુવાન તથા નવા તથિયા ગામે રહેતા તેના બનેવીના એક સાથે અકાળે થયેલા મોતથી પરિવારમાં આક્રંદ
આ કરુણ બનાવની વિગતે એવી છે કે, ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે રહેતા સોમાતભાઈ ભીખાભાઈ ડોડીયા નામના ૪૨ વર્ષના યુવાન તાલુકાના નવા તથિયા ગામે રહેતા તેમના બનેવી જીવાભાઈ સવાભાઈ કરમુર (ઉ.વ.૪૦) ને બાઈક પર સાથે લઈને ખંભાળિયામાં આવેલી સૂકી ખેતી ખાતે તેમની જણસ નાખવા માટે નીકળ્યા હતા. આજરોજ સવારે આશરે ૯.૩૦ વાગ્યાના સમયે તેઓ ખંભાળિયાથી આશરે ગયા કિલોમીટર દૂર ભાણવડ રોડ પર ગંગા જમના હોટલ પાસે પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા ટ્રકના ચાલકે સોમાતભાઈના મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી.
આ જીવલેશ ટક્કરમાં સોમાતભાઈ તથા તેમના બનેવી જીવાભાઈ સવાભાઈ કરમુરને ગંભીર ઇજાઓ થતા તેમના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃતક સોમાતભાઈના મોટાભાઈ રામદેભાઈ ભીખાભાઈ ડોડીયા (ઉ.વ. ૪૦, રહે. આંબરડી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ ટ્રકના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.સાળા-બનેવીના એક સાથે થયેલા અકાળે અવસાનથી મૃતકના પરિવારજનોમાં આકંદની લાગણી પ્રસરી જવા પામી છે.