રવિ વાવણીની ૮૮ ટકા કામગીરી પૂર્ણ સરસવ કરતા ઘઉંનું વાવેતર વધ્યું
4 દિવસ પહેલા
વર્તમાન મોસમમાં વાવણી ઢીલમાં પડી હતી
વર્તમાન રવી મોસમમાં ખેડૂતો સરસવ કરતા ઘઉંની વાવણી વધુ કરવાનું પસંદ કરી રહ્યાનું કૃષિ મંત્રાલયના ડેટા પરથી કહી શકાય એમ છે. સરસવના ભાવની સરખામણીએ ઘઉંના ભાવમાં વધુ સ્થિરતા જોવા મળે છે. સરસવના ઘરઆંગણે ભાવનો આધાર વૈશ્વિક ભાવ પર વધુ નિર્ભર એ છે. જેને ધ્યાનમાં રાખી વર્તમાન રવી મોસમમાં ખેડૂતો કોસ્થિર આવક પૂરી પાડતા ઘઉંની વાવણી વધુ કરી રહ્યા છે. ગયા સપ્તાહના અંત સુધીમાં રવી વાવણીની ૮૮ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. ૯૩૫.૯૦ લાખ હેક્ટર સામાન્ય વિસ્તારના ૮૮ ટકા કા રવી વાવણી પૂરી થઈ છે, એટલે કે હૈં કુલ ૫૫૮.૮૦ લાખ હેક્ટર વિસ્તાર પર ૨ રવી વાવેતર થઈ ગયું છે. ઘઉએ મુખ્ય રવી પાક છે.
વર્તમાન મોસમાં વાવણીની કામગીરી ઢીલમાં શરૂ થવા છતાં પઉંનું વાવેતર ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૩.૧૦ ટકા ઊંચ રહીને ૨૯૩.૧૧ લાખ હેક્ટર જોવા મળ્યું છે. વાવણીની કામગીરીમાં ઝડપ આવતા વર્તમાન મોસમમાં ઘઉંનું ઉત્પાદન ટાર્ગેટ પ્રમાણે રહેવા કૃર્ષિ મંત્રાલય અપેક્ષા રાખી રહ્યું છે. ઘઉંની સરખામણીએ સરસરના વાવેતરમાં ૫.૫૦ ટકા ઘટાડો થઈ ૮૫.૫૬ લાખ હેક્ટર રહ્યું છે. મગફળીની વાવણી પણ વાર્ષિક ધોરણે પ.૩૦ ટકા ઘટી 2.62 લાખ હેક્ટર રહ્યું છે
ટેકાના ભાવોએ ૩૧ લાખ ગાંસડી રૂ ખરીદાયું
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન કોટન વર્ષમાં મધ્ય ડિસેમ્બર સુધીના ગાળામાં ટેકાના ભાવોએ આશરે ૩૧ લાખ ગાંસડી કોટનની ખરીદી કોર્પોરેશન દ્વારા કરાઈ છે. આ ગાળામાં બજારોમાં નવા કોટનની જેટલી આવકો થઇ છે તેનો ત્રીજો ભાગ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યો છે. એક ગાંસડીમાં ૧૭૦ કિલો રૂ આવે છે.
રાજકોટ છેલ્લા ભાવ
સીંગતેલ લુઝ ૧૪૦૦-૧૪૨૫
મગફળી ૧૦૯૦-૧૧૦૦