ગોંડલના મોવિયામાં ૮૧ ઇંચ વરસાદથી ખેડૂતો બેહાલ, મગફળીનાં પાથરા તણાઇ ગયા

23-10-2024

Top News

અતિવૃષ્ટિ થકી આફતઃ હનુમાન ખિજડીયા ગામે ખેડૂતોની નિષ્ફળ પાકની લૌકિક ક્રિયા

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસુ તા. ૧૫મી ઓકટોબરે અધિકૃત રીતે પૂરું થઈ ગયા બાદ મેઘરાજાએ ખફાદ્રષ્ટિ રાખી વણનોતર્યા મહેમાન બનીને આવતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે. ઠેરઠેર માવઠાંનો વરસાદ વરસી જતાં ખેડૂતોના ઘરમાં દીવાળી ટાણે જ હોળી સર્જાઈ ગઈ છે. ખેતરોમાં ઉભો પાક ખાતર થઈ ગયો છે. વડિયા તાલુકાના હનુમાનખિજડિયા ગામે અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના ઉપક્રમે ઉભા પાકના નામનું નાહી નાખી ખેતીપાકની લૌકિક ક્રિયા કરી સરકારની આંખ ઉઘાડવા પ્રયાસ કર્યો છે.

મોરબી પંથકમાં અગાઉની અતિવૃષ્ટિ સહાયનાં ફોર્મ ભર્યા હોવાં છતાં કોઈ પ્રકારની મદદ નથી મળી, કોડિનારમાં વાવેતર નિષ્ફળ જતાં કફોડી સ્થિતિ

મોવિયામાં સિઝનનો કુલ ૮૧ ઈંચ | વરસાદ વરસી જતાં ખેડૂતની હાલત કફોડી થઈ ગઈ છે.એમાં પેતા. ૧૩ના દસ વરસાદ વરસતા ખેતરોમાં કપાસના છોડ ઉધા વળી ગયા છે અને મરચાના પાક એરંડા તુવેરના પાકનો સત્યાનાશ વળી ગયો છે, મોટું નુકસાન થયું આ ઉપરાંત મગફળીના પાથરાઓ તણાઈ જતાં ખેડૂતોની હાલત રડવા જેવી થઈ ગઈ છે. આવી હાલતમાં સરકારે તાકિદે રાહત જાહેર કરવી જો ઈએ આ ઉપરાંત વગર વ્યાજની લોન આપી આગળના પાક વાવેતરમાં મદદ કરવી જોઈએ એવી માગણી ઉઠી છે.

માવઠાંના ભારે વરસાદ વેળા વડિયા કુંકાવાવતાલુકામાં મગફળી સોયાબીન, કપાસ, સહિતનો પાક ચોપટ થઈ જતાં હનુમાનખિજડિયાના ખેડૂતોએ ભારતીય કિસાન કોંગ્રેસના ઉપક્રમે ખેતરોમાં જઈ મરી ગયેલા પાકની મૃતક લૌકિક ક્રિયા કરી રોકકળ કરી હતી. આ રીતે સરકારી તંત્ર અને ખેચવાનો છે.

મોરબી જિલ્લામાં સો ટકાથી વધારે સિઝનનો વરસાદ વરસી ગયો છે. એક બાજુ ખેતરોમાં ઉભેલો પાકપુત્ર થઈ જતાં કાપલી કરવાનો સમય આવ્યોએ જસમયે માવઠાનો ધોષમાર કમોસમી વરસાદ વરસી જતાં ખેડૂતોની હાલત બગડી ગઈ છે. આ અગાઉ પણ અતિવૃષ્ટિ થઈ ત્યારે બધાએ ફોર્મ ભરેલા છે એવખતની પણ કોઈ કાર્યવાહી થઈ નથી. 

લીલો દુષ્કાળ જાહેર કરી પેકેજ જાહેર કરવા માગણી કરાઈ છે.

કોડીનાર પંથકમાં છેલ્લા પંદર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની માઠી દશા કરી નાંખી છે અહીં કપાસ સોયાબીન, મગફળીનો પાક નાશ પામી ગયો છે સરકારે તાકિદે ખેડૂતોને વિષા દીઠ સહાય ચુકવવી જોઈએ એવી માગણી કરી છે. અમરેલીમાં કિસાન સંઘના આગેવાનો ખેડૂતોને થયેલ પાક નુકશાનીને લઈને રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. જિલ્લા કલેક્ટર આવેદન આપી ખેડૂતોને તાત્કાલિક પોરો વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં નવરાત્રીથી આજદિન સુધી કમોસમી વરસાદ પડવાથી આખા જિલ્લામાં ખેડુતોને મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી તેમજ ઘાસચારાને અન્ય ખેડુતના ખેતરમાં પાકેલ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. તો આનુ તાત્કાલીક સર્વે કરી ખેડુતોને વહેલીતકે સહાય મળે જેથી ખેડુતોના હાથમાં આવેલ કોળીયો જુટવાઈ ગયેલ છે. તેવી ખેડુતોની પરિસ્થિતિમાં આંશિક રાહત મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates