હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 80 હજાર ગુણીની જંગી આવક
12-11-2024
રેકર્ડબ્રેક 900 થી વધુ વાહનોની લાગી કતારો
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવાનું શરૂ કરાયું છે. રેકર્ડ બ્રેક ૯૦૦ વાહનો આવતા મગફળી ભરેલા વાહનોની કતારો લાગી હતી. ગત રાત્રિનાં દસ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે ૮૦,૦૦૦ મગફળીની ગુણી ઉતારી લેવાઈ છે. યાર્ડમાં આજે હરાજીની પ્રક્રિયાઓ શરૂ થતાં મગફળીની ગુણીનો ૮૦૦થી ૨૨૫૦નો ભાવ બોલાયો છે.
હરાજીમાં મગફળીની ગુણીના રૂા. ૮૦૦થી ૨૨૫૦નો ભાવ બોલાયોઃ અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મગફળીની ખરીદી માટે ઉમટયા
જામનગરના હાપા માર્કેટિંગ પાર્કમાં ગઈકાલે રાતે ૧૦ વાગ્યા થી આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે. અને રેકોબ્રિક ૯૦૦ થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનો માંથી મગફળી ઉતારી લેવાઈ છે, અને અંદાજે ૮૦,૦૦૦ મગફળીની ગુણી ઉતારી લેવાઈ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણી ના ૮૦૦ રૂપિયાથી ૨, ૨૫૦ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં રાત્રિના ૧૦ થી સવારે ૫ સુધી મગફળી ની આવક ખોલવામાં આવી હતી, અને સવારે ૬ વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારપછી આવક બંષ કરવામાં આવી છે. જે દરમિયાન રેકોર્ડબ્રેક ૯૦૦ મગફળી ના વાહનો ને ટોકન આપવામાં આવ્યા હતા, જે પૈકી 650 વાહન ની ઉતરાઈ થઈ ચૂકી છે, અને બાકી ની ચાલુ છે.અંદાજિત ૭૫૦૦૦ થી ૮૦૦૦૦ ગુણી ની આવક ની સંભાવના છે. યાર્ડ માં જગ્યા નરશે ત્યાર સુધી મગફળી ઉતારવામાં આવશે. આજે હરરાજી માં મગફળી ના ભાવ ૯૦૦ થી ૨૨૫૦ નોંધાયો છે, જે બરાજી હજુ ચાલુ રખાઈ છે.
હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો સૌરાષ્ટ્રભરમાંથી આવે છે, એટલું જ નહીં હાલાર પંથકની મગફળીની ખૂબ જ સારી જાત હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી, અમરેલી વિસ્તારનાં જુદા જુદા તાલુકા મથકોમાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે મગફળીની જંગી આવક થઈ રહી છે.