સસ્તા અનાજની દુકાનમાંથી ૭૩ ભૂતિયા રેશનકાર્ડ ધારકોનું અનાજ વગે કરાયું
2 દિવસ પહેલા
ગોધરાની શ્રી નવયુગ સહકારી મંડળીને ૨.૮૪ કરોડની રિકવરીની નોટિસ
૨૦૧૧ની સાલથી ગોધરાની શ્રી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લી.ના શોપ મેનેજર દ્વારા ૭૩ ભૂતિયા રેશનકાર્ડ ધારકોનું અનાજ સગે વગે કરવામાં આવી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પુરવઠા વિભાગે દુકાનના શોપ મૅનેજરને રૂ.૨.૮૪ કરોડની રિકવરીની નોટીસ ફેટકારી છે.
પુરવઠા અધિકારીની ટીમની તપાસ, અનાજ બારોબાર વેચવા કાર્ડ અંગુઠાની ફિંગર પ્રિન્ટ ડાઉનલોડ કરીને ડુપ્લિકેટ ધારકોના સોફટવેરનો ઉપયોગ કર્યો.
શ્રી નવયુગ આ સહકારી મંડળી લી. ની સસ્તા અનાજની દુકાન પર પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા તથા ટીમે તા.૮ ફેબ આરી ૨૦૨૪ના રોજ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મંડળીના પ્રમુખ અદા યુસૈન ઈસ્માઈલ, સંચાલક યુનુસ અબ્દુલ રઝાક ઈબ્રાહીમ ભટૂંક, કોમ્પ્યુટર ઓપરેટર સોહેલભાઈ સુલેમાન ભાષા તથા દુકાનનો તોલાટ સાજીદ અબ્દુલ સત્તાર પઠાણે મિલિભગત કરી અનેએફએસ સ્કીમનો દુરૂપયોગ કર્યો હતો. ચારે જણા અંગુઠાની ફિંગર પ્રિન્ટો ડાઉનલોડ કરીને ડુપ્લિકેટ સોફ્ટવેર દ્વારા આ ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને રેશનકાર્ડ ધારકો માટેનું સરકારી અનાજ ઉપાડીને સગેવગેકરી રહ્યા હતા.
પુરવઠા ટીમે રેશનકાર્ડ ધારકોનું ક્રોસ વૈરિફિકેશન કરતા ૭૩ કાર્ડ પારકોનું અનાજ બહાર વગે કરી દેવાયું હોવાની તપાસમાં બહાર આવ્યું
પૂરવઠા તંત્રે ભૂતિયા રેશનકાર્ડ ઈસ્યુની તારીખ જાન્યુઆરી, ૨૦૧૧થી ૨૦૨૪ સુધીના મળવા પાત્ર અનાજની બજારભાવથી બમણી કિંમત રૂ।.૨.૮૪ કરોડની વસુલાત કરવાની નોટીસ મંડળીના શોપ મેનેજર યુનુસ અબ્દુલ રઝઝાક ભટુકને ફટકારી છે. જો દિન ૩૦ માં રકમ નહિ ભરે તો સ્થાવર જંગમ મિલ્કત જપ્ત કરીને પૈસા વસૂલ કરવામાં આવશે તેવું પણ જિલ્લા પુરવઠા અધિકારીનું કહેવું છે.