લાખાબાવળ ગામે પશુપાલકના વાડામાં 35 ઘેટાં-બકરાના મોત
01-03-2025
વન વિભાગ, પશુ ચિકિત્સકની ટીમ તથા પોલીસ દ્વારા તપાસ
જામનગર નજીક લાખાબાવળ ગામમાં પશુપાલક પરિવારના ૩૫થી વધુ ઘેટા બકરાનાં મૃત્યુથી ભારે અરેરાટી વ્યાપી છે. પશુના વાડામાં રાત્રિ દરમિયાન કોઈ જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા સંખ્યાબંધ પશુઓના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ-પશુ ચિકિત્સકોની ટીમ તથા પોલીસ ટુકડીએ બનાવના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
વાડામાં રાત્રિના કોઈ જંગલી પ્રાણી આવી જતા ડરના માર્યા સંખ્યાબંધ પશુઓના મૃત્યુ થયાની આશંકા
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બુધાભાઈના વાડામાં ૪૦ જેટલા ઘેટા બકરા રાખવામાં આવ્યા હતા, જ્યાં કાલે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ૩૫ થી વધુ ઘેટા બકરાના મોત થતા અરેરાટી પ્રસરી છે. આ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઘેટા બકરાના મૃત્યુનું કારણ જાણવા માટે વેટરનરી તબીબોની ટીમની ચકરતા પણ મદદ લેવામાં આવી હતી. આથી જામનગર જિલ્લાના વેટરર્નરી ડોક્ટર તેજસ શુકલા ના માર્ગદર્શન હેઠળ એક ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને પશુઓના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા અનુસાર ઝખર અથવા તો તેવું કોઈ પ્રાણી અચાનક આવી જતાં ઘેટાં બકરાઓના ભયના માર્યા મૃત્યુ થયા હોવાનું અનુમાન લગાવાયું છે. જે સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે. વાડામાં રાખવામાં આવેલા ૪૦ જેટલા ઘેટાં બકરામાંથી માત્ર ત્રણથી ચાર જેટલા બકરા બચ્યા છે, અને તેની પણ હાલત ગંભીર ગણાવાઈ રહી છે, અને ચિચિયારી પાડી રહ્યા છે