જૂનાગઢમાં ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા 32000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન
6 દિવસ પહેલા

આજથી ટેકાના ભાવે ચણાની ખરીદીના શ્રીગણેશ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના શ્રી ગણેશ થયો. જૂનાગઢ જિલ્લામાં અંદાજિત ૮૮૯૮૯ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. સરકાર દ્વારા મણના રૂા.૧૧૩૦ આપવામાં આવશે. જિલ્લામાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે જિલ્લાના ૩૨૪૭૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જિલ્લામાં ઘઉં બાદ સૌથી વધુ ૮૮૯૮૯ હેક્ટરમાં ચણાનું વાવેતર, એક મણ ટેકાનો ભાવ રૂા. ૧૧૩૦
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો. જણસી વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ગ્રામ્ય કક્ષાએથી વીસીઈ મારફત રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. સરકાર દ્વારા રૂા. ૧૧૩૦ મણના ભાવે ચણાની ખરીદી કરાશે. જૂનાગઢ જિલ્લામાં ૩૨૪૭૬ ખેડૂતોએ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં જણસીઓમાં ઘઉં અંદાજિત ૮૮૯૮૯ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. માર્કેટિંગ યાર્ડમાં બે સપ્તાહમાં ૧૬૦૫૯ ક્વિન્ટલ ચણાનું વેચાણ થયું છે. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં ચણાન મણના રૂા. ૧ હજારથી ૧૦૩૦ નીચા અને ૧૦૯૨થી ૧૧૨૧ સુધીના ઊંચા ભાવ પ્રાપ્ત થયા હતા.
રાજ્ય સરકાર દ્વારા મણના રૂા.૧૧૩૦ના ભાવે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં આવેલા કેન્દ્રો ખાતેથી ચણાની ખરીદી કરાશે. હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થતા ચણાની ખરીદી ભાવ અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવમાં થોડી ઘણી રકમનો ફેર જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાંથી ૫.૮૪ લાખ ક્વિન્ટલ ચણાની ખરીદી કરાશે તેવો દાવો કરાયો છે.