રાજકોટમાં એક દિવસમાં 30 લાખ કિલો મગફળી, 15.50 લાખ કિ.ડુંગળી ઠલવાઈ

15 દિવસ પહેલા

Top News

1200થી વધારે વાહનોની યાર્ડ આસપાસ કતારો લાગી

રાજકોટ થાર્ડમાં આજે એક જ દિવસમાં ૩૦ લાખ કિલો (દોઢ લાખ મણ) મગફળી અને ૧૫.૫૦ કિલો ડુંગળી (૭૭૫૦૦ મણ)ની આવક નોંધાઈ હતી. ગઈકાલ સાંજથી જ શહેરમાં મોરબી રોડ પર આવેલા મુખ્ય બેડી યાર્ડ અને આર.ટી.ઓ.કચેરી પાસે આવેલા જૂના શાકભાજી યાર્ડ આસપાસ અંદાજે ૧૨૦૦થી વધારે વાહનોની કતાર લાગી હતી.

યાર્ડમાં સૌથી મોંઘી જણસી સુકુ અને લીલુ લસણ, ભાવ વધીને મણે રૂ।.૪૦૦૦થી ૫૦૦૦, જ્યારે લીલા ચણા (જીંજરા)ના છૂટક ભાવ ફરસાણથી પણ વધારે

 

મગફળીના ભાવ ગત વર્ષથી અને હાલ સરકારે ટેકાના જાહેર કરેલા ભાવથી ઓછા છે છતાં ખેડૂતોને શિયાળુ વાવેતર માટે નાણાંની જરૂરિયાત હોય માલ ઠલવાઈ રહ્યો છે. બીજી તરફ, મગફળીના ભાવ પ્રતિ મણ રૂા.૮૫૦થી ૧૨૫૦ વચ્ચે જળવાયા છે, કોઈ વધારો નથી છતાં મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં તેલલોબીના કારણે એક સપ્તાહમાં પ્રતિ ૧૫ કિલો- ડબ્બાએ રૂા. ૬૦નો વધારો થયો છે. મગફળીની સાથે શહેરમાં ડુંગળીના પણ ઢગલા થઈ રહ્યા છે અને આજે એક દિવસમાં ૧૫.૫૦ લાખ કિલોની આવક નોંધાઈ હતી. ડુંગળીના ભાવ અગાઉની જેમ તળિયે ગયા નથી અને હાલ પ્રતિ મણ રૂ।.૧૦૦થી ૬૦૦ લેખે મળે છે.

મગફળીના ભાવ સ્થિર અને તેમાંથી બનતા સિંગતેલમાં એક સપ્તાહમાં ૬૦નો વધારો

ઉલ્લેખનીય છે કે અનુકૂળ સીઝન હોય તો પ્રતિ હેક્ટર ડુંગળીની આશરે ૨૮ હજાર કિલો જેવી નોંધપાત્ર ઉપજ થતી હોય છે.બીજી તરફ મુખ્ય યાર્ડમાં ૩૬ પ્રકારના અનાજ, તેલીબિયા, કઠોળ, મસાલા વગેરેની આવક અને જુના યાર્ડમાં ૩૫ પ્રકારના શાકભાજીની આવક થાય છે તેમાં સૌથી વધુ ભાવ ખેડૂતોને લસણના ઉપજે છે. આશ્ચર્યજનક રીતે લસણ સુકુ હોય કે લીલુ બન્નેના ભાવ લગભગ સમાન છે. આજે ભાવ વધીને સારા લસણના મહત્તમ ભાવ પ્રતિ મણ રૂ।.૫૦૦૦ના ભાવે સોદા પડયા હતા. જયારે નબળી ગુણવત્તાના સુકા લસણના ન્યુનત્તમ ૩૯૦૦ અને લીલા લસણમાં ન્યુનત્તમ રૂા.૨૦૦૦ના ભાવ રહ્યા હતા. શહેરમાં શિયાળામાં વ્યાપક શેકીને ખવાતા જીંજરા (લીલા ચણા)ની આવક ક્રમશ: વધી રહી છે. પાડેમાં અલગ પાડયા વગરના જીંજરા પ્રતિ મણ રૂા.૪૦૦થી ૯૦૦ના ભાવે વેચાય છે ત્યારે આ જીંજરા અલગ પાડીને બજારમાં અધધધ્ધ રૂ।.૨૦૦o રૂ।.૮૦૦૦ના મણ એટલે કે રૂ।.૩૦૦થી ૪૦૦ના કિલો લેખે વેચાય છે જેના કરતા ઓછા ભાવે શહેરમાં ફરસાણ વેચાય છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates