મહુવા યાર્ડમાં એક જ દિવસમાં સફેદ ડુંગળીની 2.35 લાખ થેલીનું વેચાણ

2 દિવસ પહેલા

Top News

દરરોજ ૧૨૦૦ આસપાસ નોંધાઈ રહેલા વાહનો

મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા દોઢેક માસથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અત્રે દરરોજ ઉભા વાહનમાં સૌરાષ્ટ્રભરમાંથી લાલ અને સફેદ કાંદાની ધૂમ આવક થઈ રહેલ છે. તેમાં ગુરુવારે એક જ દિવસમાં મહુવા યાર્ડમાં સફેદ કાંદાની ૨,૩૫,૦૦૦ થેલીઓનું વેચાણ થવા પામેલ છે. અત્રે વિવિધ ખેતજણસીઓના પોષણક્ષમ ભાવ| મળી રહ્યા હોય ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિન પ્રતિદિન ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી સફેદ કાંદાના જંગી જથ્થાની આવકમાં ખાસ વધારો નોંધાઈ રહ્યો છે. મહુવા યાર્ડમાં દૂર દુરથી ખેડૂતો ટોરસ, ટ્રક, બોલેરો, ટ્રેક્ટર સહિતના નાના મોટા વાહનોમાં સફેદ કાંદાનો જથ્થો ભરીને વેચવા આવી રહ્યા છે.

છેલ્લા દોઢ માસથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો, આગામી બે માસ સુધી સિઝન ધમધમશે

અંદાજીત ૧૨૦૦ થી વધુ વાહનો દરરોજ નોંધાઈ રહ્યા છે. અત્રે ખેડૂતોનો કિંમતી સમય બચાવવા માટે ઉભા વાહનમાં ડુંગળીની હરરાજી થઈ રહી છે. છેલ્લા એકથી દોઢ મહીનાથી સફેદ કાંદાની સારી આવક થઈ રહી છે. આજથી થોડા દિવસ પૂર્વે એક દિવસમાં સફેદ ડુંગળીની એક લાખ થેલીની આવક થઈ હતી.જયારે ૧.૨૪ એપ્રિલને ગુરૂવારે મહુવા યાર્ડમાં ફરી એક વખત સફેદ ડુંગળીની એક જ દિવસમાં ૨,૩૫,૦૦૦ થેલીઓનું વેચાણ થયુ હતુ. ગુરૂવારે અત્રે લાલ ડુંગળીની ૧૦, ૨૫૪ થેલીઓનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૨૫૧ ઉંચા ભાવ બોલાયા હતા. જયારે સફેદ ડુંગળીની ૨,૩૫,૦૦૦ થેલીઓનું વેચાણ થયુ હતુ તેના રૂા ૨૦૦ ના ઉંચા ભાવ બોલાયા હતા તેમ જણાવી મહુવા યાર્ડના સેક્રેટરી વી.પી.પાંચાણીએ અંતમાં અંતમાંઉમેર્યું હતુ કે,હજુ આગામી બે માસ સુધી સફેદ ડુંગળીની આવક થતી રહેશે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates