રાજકોટમાં એક દિવસમાં જ 20 લાખ કિલો ડુંગળી ઠલવાઈ

22 દિવસ પહેલા

Top News

સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધી વાહનો ઠલવાતા રહ્યા

દેશના મોટાભાગના રાજ્યોમાં દૈનિક આહારમાં, હોટલમાં વ્યાપક વપરાતી ડુંગળીના ભાવ આ વર્ષે પ્રતિ મણ દીઠ રૂ।. ૧૧૦થી રૂ।. ૨૯૦ સુધીના સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રના વાર્ડોમાં ડુંગળીના ગંજ ખડકાવા લાગ્યા. છે. રાજકોટ જૂના યાર્ડમાં અંગત સાંજના ચાર વાગ્યાથી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં ૨૦ લાખ કિલો (એક લાખ મણ) ડુંગળીના ઢગલા થતા યાર્ડ ડુંગળીથી છલકાયું હતું. પાર્ડના સૂત્રો અનુસાર રાજસ્થાનમાં ડુંગળીનો પાક ઓછો થયાના અહેવાલોના પગલે આ વર્ષે ખેડૂતોને મળતા ડુંગળીના ભાવ જળવાઈ રહ્યા

છે. આજે જામનગર જિલ્લો, લોધિકા, પડધરી વગેરે વિસ્તારમાંથી ડુંગળી આવી હતી. પાંચસોથી વધુ વાહનોમાં લાંબી કતારો લાગી હતી જેની મધ્યરાત્રિ સુધી ઉતરાઈ કરાવાઈ છે.રાજકોટમાં આવતી મુખ્યત્વે લાલ ડુંગળીની પશ્ચિમ બંગાળ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં નિકાસ પણ થઈ રહી છે.

રાજ્યમાં ડુંગળીનું ૨૨.૪૬ લાખ ટન મબલખ ઉત્પાદન, ભાવ જળવાતા એ વર્ષે શિયાળામાં ઉત્સાહજનક વાવેતર

ગુજરાતમાં ઈ.સ. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ગત રવિ ઋતુમાં ૧૯ હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું જેને અનુકૂળ હવામાન મળતા પ્રતિ હેક્ટરે ૨૮,૧૮૪ કિલો જેટલી નોંધપાત્ર ઉપજ જન મળી હતી. આ ઉપરાંત ગત ઉનાળામાં પણ ૧૦,૮૧૦ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. આ બન્ને ઋતુનું થઈને રાજ્યમાં ૨૨.૪૯ લાખ ટન ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું હતું. આ વર્ષે ભારે આવક છતાં ગત વર્ષની સાપેક્ષે ખેડૂતોને મળતા ડુંગળીના ભાવ જળવાઈ રહેતા આજસુધીમાં આશરે ૨પહજાર હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં રવિ ઋતુમાં સરેરાશ ૭૫ હજાર હેક્ટરમાં ડુંગળીનો પાક લેવાતો હોય છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates