ઉપલેટા નજીક ગૌચરની સો કરોડની 1200 વીઘા જમીન ખુલ્લી કરાવાઈ
2 દિવસ પહેલા
હાડફોડી ગામે ૧૦ જે.સી.બી., ૧૫ રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી ૭૦ દબાણકારોને ખદેડી મૂક્યા
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર ૧૮ પૈકી ગૌચરની જમીનમાં પ થયેલ દબાણ દૂર : કરવા જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વાવેતરને હટાવી દઈ રોટાવેટર ફેરવી દીધું હતું.આ ઉપરાંત ઉપરોકત ટીમે ધોરાજીમાં જૂનાગઢ રોડ પર પાલિકાની ૨ હજાર વાર જમીનમાં થયેલા દબાણોને પોલીસ ફોર્સ સાથે હટાવી દેવાયા હતા. આ દબાણો ખુલ્લા થતાં બે હજાર વાર કિમંત ૩૦ લાખની જમીન ખૂલ્લી થઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે આ દબાણોની રેવન્યુ કે પંચાયત તલાટી કે સરપંચ અને અધિકારીઓને આજ સુધી ખબર કેમ નહી રહી હોય?
૭૦ દબાણકારોને ખદેડી મૂક્યા, ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ત્રીસ લાખની બે હજાર વાર જમીન ખુલ્લી કરાવાઈ
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર ૧૮ પૈકી ગૌચરની જમીન આશરે ૨૫૨ હેક્ટર જમીન જે નગરપાલિકાની માલિકીની આવેલ છે.તે જમીન પર કુલ.૭૦ દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતુ. જે દબાણદારોને નગરપાલિકા ઉપલેટા દ્વારા નોટીસ આપી દબાણ ખુલ્લુ કરવા જણાવવામાં આવેલ હતુ. પરંતુ તેઓ દ્વારા દબાણ ખાલી ન કરતા આજ રોજ નાયબ કલેક્ટર નાગાજણ એમ. તરખાલાની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમમાં મામલતદાર પોલીસની ટીમ તથા ઉપલેટા, ધોરાજી ચીફ ઓફિસર અને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર દેવાભાઈ કંડોરિયાની હાજરીમાં કુલ ૧૦૦થી વધુ કર્મચારીઓ સહિત १० જે.સી.બી. .તથા ૧૫ રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી તમામ દબાણદારોનું
દબાણ દૂર કરી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી.આ દબાણ દૂર કરી સરકારીશ્રીની નગરપાલિકા ઉપલેટા હસ્તકની કુલ જમીન આશરે ૨૫૨ હેક્ટર (આશરે ૧૨૦૦ વીઘા) જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યુ.જેની બજાર કિંમત આશરે રૂપિયા ૧૦૦ કરોડ ઉપરની થાય છે જેનો કબ્જો નગરપાલિકા ઉપલેટા દ્વારા કબ્જો સંભાળવામાં આવ્યો.હાલ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.આ ઉપરાંત ઉપરોકત ટીમે ધોરાજીમાં જૂનાગઢ રોડ પરપાલિકાની ૨ હજાર વાર જમીનમાં થયેલા દબાણોને પોલીસ ફોર્સ સાથે હટાવી દેવાયા હતા. આ દબાણો ખુલ્લા થતાં બે હજાર વાર કિમંત ૩૦ લાખની જમીન ખૂલ્લી થઈ ગઈ છે.