ગુજરાતમાં ૧૯૩ રાષ્ટ્રીય વૃક્ષ 'વડ'નું નિકંદન કાઢી નખાયું

Short Description :
એક બાજુ વૃક્ષારોપણના દાવા પણ બીજી બાજુ
Select Priority :
Slider

એક તરફ, વૃક્ષારોપણ કરીને વૃક્ષો પ્રત્યે લોક જનજાગૃતિના દેખાડા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ, ખુદ રાષ્ટ્રીય વૃક્ષ | વડનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. ખુદ સરકાર જ વડને કાપવા મંજૂરી આપી રહી છે. વિકાસના નામે વડનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આમ, સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે કેમકે, છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં ૧૯૩ ઘટાઘોર વડનું છેદન કરાયુ છે.

ગુજરાતમાં વડના સરંક્ષણને લઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એટલુજ નહીં, રાષ્ટ્રીય વૃક્ષ વડ પ્રત્યે લોકોમાં આદરભાવ ઉભો થાય તે માટે ગુજરાતમાં ૮૨ સ્થળોએ નિર્માણ કરવામાં આવ્યુ છે. વિશ્વના વિસ્તારમાં વધારો થાય તે માટે વડના રોપા વાવવામાં આવી રહ્યાં છે.

આમ, વૃક્ષારોપણના નામે સરકારે વન વિભાગ લાખો કરોડોનું આંધણ કરી રહી છે તો બીજી તરફ, ખુદ સરકાર જ વડનો સફાયો કરવામાં અહમ ભૂમિકા ભજવતી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.કેમકે, વડ કાપવામાં માટે ખાસ મજૂરી આપવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં પાટનગર ગાંધીનગરમાં વિકાસના બહાના હેઠળ ૨૧ વડ કાપી નંખાયા છે. આ ઉપરાંત સૌથી વધુ વડ ગીર સોમનાથ જીલ્લામાં કપાયા છે. આ વિસ્તારમાં ૬૩ ધનયોર વડલાનું છેદન ૨૭ અને કચ્છમાં ૩૮ વડનો સફાયો કરાયો છે. જામનગર જીલ્લામાં પણ ૧૫ વડ કાપી દેવાયાં છે. કુલ મળીને સરકારે જ મંજૂરી આપતા વડ કપાયાં છે. પર્યાવરણપ્રેમીઓનું કહેવું છેકે, વાને વિશાળ આકાર પામતાં વર્ષો વિતી જાય છે ત્યારે આડેપડ રીતે મંજૂરી આપીને રાષ્ટ્રીય વૃક્ષ વડનું છેદન કરી દેવામાં આવે છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates