તાલાલા માર્કેટ યાર્ડમાં 26મીએ કેસર કેરી સિઝનનો થશે પ્રારંભ

Short Description :
ગત સાલ 1લી મેથી શરૂ થઈ હતી, આ વખતે પાંચ દિવસ વહેલો પ્રારંભ
Select Priority :
Slider

તાલાલા ગીર, તા.૧૪ ગીર પંથકની સોડમદાર કેસર કેરીની નવી સિઝનનો તાલાલા યાર્ડમાં તા.26 મીથી પ્રારંભ થશે. ગત સાલ કરતા સિઝન પાંચ દિવસ વહેલી છે. ગયા વર્ષે ૪૨ દિવસ ચાલેલી સિઝનમાં તાલાલા યાર્ડમાં ૫.૯૬ લાખ બોકસ, રૂા.૪૧,૭૭લાખની કેરીનું વેચાણ થયું હતું.

ગત સાલ ૪૨ દિવસ ચાલેલી સિઝનમાં ૫.૯૬ લાખ બોક્સનાં વેચાણથી ખેડૂતોને રૂા.૪૧.૭૭ લાખની આવક થઈ હતી

તાલાલા પંથકના કેસરે કેરીના જથ્થાબંધ વેપારી ભાઈઓ- કમિશન એજન્ટોની અગત્યની બેઠક માર્કેટીંગ વાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાની ઉપસ્થિતિમાં યાર્ડના સભાખંડમાં મળી હતી. જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવાં નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે તા.૦૧ લી મેં થી કેસર કેરીની સિઝનનો શુભારંભથયો હતો, આ વર્ષે સિઝન પાંચ દિવસ વહેલી શરૂ થઈ રહી છે. ગત વર્ષે કેસર કેરીની સિઝન ૪૨ દિવસ ચાલી હતી. આ દરમ્યાન દશ કિલો ગામના ૦૫ લાખ ૯૬ હજાર ૭૦૦ બોક્સની આવક થઈ હતી.તાલાલા પંથકમાં આ વર્ષે આંબામાં અકલ્પનીય મોર આવ્યા હતા પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે મોટાભાગના માર નાશ પામ્યા હતા તેમજ ઘણા બગીચામાં આંબામાં બંધારણ થયું નહી તેવી ઠેરઠેરથી ફરીયાદો થઈ રહી છે. એક અંદાજ મુજબ તાલાલા પંથકના ૨૨ શ્રી ૨૫ જેટલા ગામોમાં કેરીના પાકને ખુબજ નુકસાન થયું છે.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિલો ગ્રામના એક કેરીના બોકસનો સરેરાશ ભાવ ૭૦૦ ઉપર રહ્યા હતા. પરિણામે તાલાલા યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને રૂ.૪૧ કરોડ ૭૭લાખથી પણ વધુ આવક થઈ હતી. આ વર્ષે ઓછા પાકને કારશે ગત વર્ષ કરતાં કેરીના ભાવ ઉંચા રહેવાની ધારણા તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ રહી છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન શરૂ થતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોને ઘર આંગણે જ કેરીનું વેચાણ કરવા સવલત મળશે. કેરીના વેપારી મંડળના આ નિર્ણયને કિસાનોએ આનંદ સાથે આવકાયી છે.

કેરી પાકે તેવી ગુણવત્તાસભર લાવવા ખેડૂતોને યાર્ડ દ્વારા અપીલ

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આગામી કેસર કેરીની સિઝન દરમ્યાન ખેડૂતો, કેરીના જથ્થાબંધ વેપારીઓ-કમિશન એજન્ટોને કોઈ જાતની મુશ્કેલી પડે નહીં માટે જરૂરી તમામ સવલતો ઉભી કરવામાં આવી છે તેમ માર્કેટીંગ પાર્ડના ચેરમેન તથા સેક્રેટરીએ જણાવ્યું છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના પોષણક્ષમ અને સારા ભાવો મળી રહે માટે પાકે તેવી સારી ગુણવત્તાસભર કેસર કેરી લાવવા કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યાર્ડના પદાધિકારીઓ તથા વેપારી ભાઈઓએ અનુરોધ કર્યો છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates