ચુડાના લાલ મરચાનું અઢળક ઉત્પાદન ભાવ ઘટયા હોવા છતાં શુષ્ક ખરીદી

Short Description :
બારે મહિના ભરવા માટે રાજયભરમાં ચુડાનું લાલ મરચું સુવિખ્યાત
Select Priority :
Slider

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લાલ મરચાની જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ભારે માંગ રહે છે. ત્યારે ચાલુ વર્ષે ચુડા પંથકમાં લાલ મરચાનું ભરપૂર ઉત્પાદન થતાં સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર લાલ મરચાના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. પરંતુ લાલ મરચાની વધુ આવક હોવાના કારણે ભાવમાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો હોવા છતાં લાલ મરચાની ખરીદીમાં ગ્રાહકોની ઓછી ભીડ જોવા મળતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

વેપારીઓએ મરચું વેંચવા માટે મોંઘા ભાવના સ્ટોલ રાખી લાખો રૂ.નું રોકાણ કર્યું છે પરંતુ બજારમાં ખરીદનારાઓ નહીં દેખાતા ચિંતા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં દર વર્ષે લાલ મરચાનું મોટા પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન કરવામાં આવે છે. ચુડાનું લાલ મરચું સુરેન્દ્રનગર સહીત સમગ્ર રાજ્યભરમાં પ્રખ્યાત છે તેમજ બારે મહિના સુધી સંગ્રહ કરવા માટે આ લાલ મરચું અતિ ઉત્તમ હોવાથી લોકો તેમજ મહિલાઓ અન્ય જિલ્લામાંથી પણ સુરેન્દ્રનગર ખાતે મરચાની ખરીદી કરવા આવે છે. ત્યારે આ વર્ષે ચુડા પંથકમાં મોટાપાયે લાલ મરચાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉત્પાદન પણ સારું આવતા હાલ સુરેન્દ્રનગરની બજારોમાં ચુડાના લાલ મરચાની મબલખ આવકને કારણે સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર ચુડાના પ્રખ્યાત લાલ મરચાના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાનું ઉત્પાદન વધારે હોવાથી ભાવમાં ૧૦ થી ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાંય મરચાની ધરાઠીમાં ગ્રાહકોની ભીડમાં ઘટાડો જોવા મળતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

ઉનાળાના પ્રારંભે જ રાબેતા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાજા શહેરના અનેક વિસ્તારોમાં લાલ મરચાના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે. જ્યાંથી મહિલાઓ અને ગૃહિણીઓ પોતાની નજર સામે જ લાલ મરચું દળાવી જરૂરિયાત મુજબ તેનો બાર મહિના ચાલે તેટલો સ્ટોક કરે છે. મરચામાં પણ રેશમ પટો, કાશ્મીરી મરચા, તેજા, ઢોલર, તીખી મરચી વગેરે પ્રકાર હોય છે જેમાંથી ગૃહિણીઓ સ્વાદ અને તીખાશ મુજબ મરચું દળાવે છે. ચુડાનું પ્રખ્યાત મરચાના ભાવમાં સામાન્ય રીતે દર વર્ષે વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે ઉત્પાદન વધુ હોવાથી મરચાના ભાવમાં ઘટાડો હોવા છતાં ઘરાકી જોવા નથી મળી રહી. વેપારીઓ દ્વારા મોંઘા ભાવના સ્ટોલ રાખી લાખો રૂપિયાનું રોકાણ કરી મરચાનો સ્ટોક કરવામાં આવ્યો છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates