કેસરની સોડમઃ જૂનાગઢ યાર્ડમાં કેરીનાં 300 બોક્સની આવક

Short Description :
આગામી સપ્તાહથી આવક વધવાની સંભાવના
Select Priority :
Slider

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના વધુ ૩૦૦ બોક્સની આવક થઈ હતી. ૧૦ કિલોના બોક્સની ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાના ભાવે હરરાજી થઈ હતી. ઉનાળાની ગરમી દિવસે-દિવસે વધી રહી છે. આથી આગામી સપ્તાહથી કેરીની આવકમાં વધારો થવાની સંભાવના છે.

૧૦ કિલોનાં બોક્સની ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાના ભાવે હરરાજી

 

જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીના આંબા મોટા પ્રમાણમાં આવેલા છે. દર વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં કેસર કેરીનું આગમન થઈ જાય છે. આ વખતે એપ્રિલ માસના પ્રારંભમાં કેરીની આવક થઈ હતી. બે દિવસ પહેલા જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના ૪૦ બોક્સ સાથે આવકના શ્રીગણેશ થયા હતા ત્યારે ૧૦ કિલોના બોક્સનું ૧૨૦૦થી ૧૮૦૦ રૂપિયા લેખે વેંચાણ થયું હતું.

બે દિવસમાં કેરીની આવક વધી છે. આજે ગીર પંથકમાંથી વધુ ૩૦૦ બોક્સની આવક થઈ હતી. આજે કેરીના બોક્સનો ભાવ ૧૦૦૦થી  ૧૫૦૦ રૂપિયા બોલાયો હતો. આકરી ગરમી પડે તેમ તેમ કેરી પાકે છે. હાલ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન રહે છે. આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધવાની સંભાવના છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates