ખેત તલાવડી અંગેની કૃષિ યોજનામાં અમરેલી જિલ્લો બાકાત રહેતા ખેડૂતોમાં રોષ
પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેતરોમાં ખેત તલાવડી બનાવી તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવાથી ખેત તલાવડીમાં ચોમાસામાં વરસાદના પાણીનો થયેલો સંગ્રહ લાંબો સમય ટકી શકે છે. જમીનમાં પાણી ઉતરી થતું નથી.
ખેડૂતોને ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવી આપવાની યોજનામાં રાજયના ૧૦ જિલ્લાનો સમાવેશ કરાયો છે. પરંતુ અમરેલી જિલ્લાને બાકાત રાખ્યો છે. આ યોજનામાં અમરેલી જિલ્લાનો પણ સમાવેશ કરવા રજૂઆત કરાઈ છે.
તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજનામાં ૧૦ જિલ્લાનો સમાવેશ, અમરેલીનો સમાવેશ ન કરી થતો અન્યાય
પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેતતલાવડી બનાવી તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમ્યાન વરસાદી પાણીની કરાયેલો સંગ્રહ લાંબો સમય ટકી શકે અને આ પાણીનો ઉપયોગ જ્યારે વરસાદ ન સંજોગોમાં પાકને બચાવવા માટે આ સંગ્રહ કરેલ પૂ હેતુથી સરકાર દ્વારા યોજના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે બનાસકાંઠા જિલ્લામાં અમલમાં મુકવામાં આવેલ. જેમાં સફળતા મળતા સરકાર દ્વારા અન્ય ૧૦ જિલ્લામાં અમલવારી કરવામાં આવી છે. પણ તેમાં અમરેલી જિલ્લાનો સમાવેશ ન હોવાથી આ પોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરી લાભ આપવા સાવરકુંડલાના ધારાસભ્યે રજૂઆત કરી છે.
અમરેલી જિલ્લામાં ખાસ કરીને સાવરકુંડલા-લીલીયા વિસ્તારમાં પહાડી વિસ્તાર આવેલ છે. તેથી પાણીની તંગી આવાના કારણે માતા પોતાના પાકને સિંચાઈ કરી શકાતા નથી. તેમજ અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાં પણ પાણીની તંગી રહે છે. તેથી ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવી દેવાની યોજનામાં અમરેલી જિલ્લાને સમાવેશ કરવામાં આવે તો ખેડૂતો આ યોજનાનો મોટા પ્રમાણમાં લાભમેળવી શકે છે. તેથી ખેડૂતોના હિતમાં આ યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા રજૂઆત કરાઈ છે.