મુક્ત વેપાર કરારને કારણે ભારતમાંથી ફળોની નિકાસમાં વધારો

Short Description :
પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો
Select Priority :
Slider

છેલ્લા પાંચ વર્ષમાં ભારત ખાતેથી ફળોની નિકાસમાં ૪૭.૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે થયેલા મુક્ત વેપાર કરારને પરિણામે આ બન્ને દેશો ખાતે પણ ફળોની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. યુએઈ ખાતે ૨૭ ટકા અને ઓસ્ટ્રેલિયા ખાતે નિકાસમાં છ ટકા વધારો જોવા મળ્યો હોવાનું રાજ્ય કક્ષાના વાણિજ્ય પ્રધાન જિતિન પ્રસાદે રાજ્યસભામાં માહિતી આપી હતી.

યુએઈ, ઓસ્ટ્રેલિયા સાથે મુકત વેપાર કરારનો લાભ

ભારત ખાતેથી મુખ્યત્વે કેરી, દ્રાક્ષ, હતું. કેળા, સફરજન, પાઈનેપલ, દાડમ તથા કલીગરની નિકાસ થાય છે. ફળોની એકંદર નિકાસ છેલ્લા પાંચ વર્ષમાં ૪૭.૫૦ ટકા વધી છે. ફળો માં પેસ્ટિસાઈડનું પ્રમાણ એકદમ નીચુ રહે તથા ફળોની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરની રહે તે માટે સરકાર દરેક ખાતરી રાખે છે. ફળોની નિકાસ વધારવા અન્ય બજારોની પણ શોધ કરવામાં આવી રહી હોવાનું શ્રી. પ્રસાદે જણાવ્યું હતું.

દરમિયાન યુકે સાથેના સૂચિત મુક્ત વેપાર કરારને કારણે ભારતમાંથી ટેકસટાઈલ, જવે લરી, પ્રોસેસ્ડ એગ્રી વગેરે ની નિકાસમાં વધારો થવામાં | મદદ મળશે એમ તેમણે અન્ય એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું. ૨૦૨૨થી યુકે સાથે શરૂ થયેલી વેપાર વાટાઘાટના અત્યારસુધી ૧૪ રાઉન્ડસ યોજાઈ ગયા છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates