ગુજરાતમાં ગરમીમાં રાહત, તા. 30થી એપ્રિલના આરંભે ફરી તાપમાન વધશે

Short Description :
પશ્ચિમી વિક્ષોભથી વરસાદી માહોલથી ઉષ્ણ લહર અટકી ગઈ
Select Priority :
Slider

દેશમાં જમ્મુ કાશમીર, દક્ષિણ ભારત વિસ્તાર સહિતના રાજ્યોમાં પશ્ચિમી વિક્ષોભ તથા ચકાવાતી પવનના પગલે વરસાદી માહીલ છવાયો છે અને ક્યાંક તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ સીસ્ટમની અસરથી ગુજરાતમાં માર્ચના આરંભથી જ શરુ થયેલા તીવ્ર ઉષ્ણલહરમાં હાલ રાહત અનુભવાઈ છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો ગગડીને તમામ સ્થળે મહત્તમ તાપમાન ૩૭ સે. નીચે ઉતરી ગયું હતું જે બે દિવસ બાદ ફરી ૩ સે. સુધી વધવાની શક્યતા છે.

રાજકોટ સહિત સ્થળે પાંખા વાદળો દેખાયા પણ ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છતાં રાજ્યમાં માવઠાંનું પ્રમાણ નહીવત્ રહ્યું

મીસમ વિભાગ અનુસાર ભારતીય હવામાનને અસર કરતી હિન્દ મહાસાગર દ્વિધ્રુવ (ઈન્ડીયન ઓશન ડાયપોલ)ની સ્થિતિ હાલ તટસ્થ છે પરંતુ, તે થોડો સમય માટે નકારાત્મક થવાની શક્યતા છે. જો આમ થાય તો તેની મૌસમ પર વધતી ઓછી અસર પડવાની શક્યતા રહે છે. નકારાત્મક આઈ.ઓ.ડી.માં પશ્ચિમ હિન્દ મહાસાગરનું તાપમાન પૂર્વ કરતા ઓછું હોય છે. મૌસમ વિભાગના પૂર્વાનુમાન મૂજબ આગામી તા.૩થી ૯ એપ્રિલ દરમિયાન દક્ષિણ ભારત સિવાય વરસાદનું પ્રમાણ ઓછુ રહેવાની અને ગુજરાત સહિતના સ્થળે તાપમાન સામાન્યથી અધિક રહેવાની શક્યતા છે.

રાજ્યમાં આજે રાજકોટ, કેશોદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ભૂજ, કંડલા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત મોટાભાગના સ્થળોએ તાપમાન ઘટીને ૩૬ સે. આસપાસ પરંતુ, ૩૭ સે. થી નીચે રહ્યું હતું. જયારે દ્વારકામાં મહત્તમ તાપમાન ઘટીને ૨૮.૬ સે. રહ્યું હતું. રાજકોટ સહિત સ્થળે આંશિક વાદળો નજરે પડયા હતા જો કે એકંદરે સુકુ હવામાન રહેવાની આગાહી છે એટલે કે માવઠાંની કોઈ ચેતવણી અપાઈ નથી. પરંતુ, તા. ૨૯,૩૦ના ગુજરાતના કાંઠાળ વિસ્તારોમાં અકળાવી દેતો બકારાની અને રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના સ્થળે તા. ૩૦, ૩૧ના પારો ફરી ૪૦ સે.ને આંબી જાય તેવી આગાહી છે.

હિન્દ મહાસાગર દ્વિધ્રુવ સ્થિતિ હાલ તટસ્થ પણ થોડો સમય માટે નકારાત્મક થવાની શક્યતા, દેશના હવામાનને અસર થઈ શકે છે

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates