આજથી રાજકોટ સહિત માર્કેટ યાર્ડોમાં તા.1 સુધી હરાજીબંધ

Short Description :
માર્ચ એન્ડિંગમાં હિસાબ કિતાબ કરવા માટે લેવાયો નિર્ણય
Select Priority :
Slider

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના હિસાબો પૂરા કરવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડો આવતીકાલ તા.૨૬ માર્ચથી હરાજી બંધ થશે. માર્ચ એન્ડીંગના પગલે કર્મચારીઓ દ્વારા માત્ર હિસાબ કિતાબનું કામ જ થશે અને કોઈ પણ માલની આવક લાવવા નહીં દેવાય.

બેડી યાર્ડમાં ૬ દિવસ સુધી ખેડૂતોને કોઈ જણસી નહીં લાવવાની સૂચના જારી કરાઈ

રાજકોટ બેડી યાર્ડના સૂત્રો અનુસાર આજે સવારથી જ રાજકોટમાં વિવિધ જણસીઓની આવક આવવા દેવાઈ નથી અને તા.૩૧ માર્ચ સુધી કોઈ પણ ખેડૂતને માલ નહીં લાવવા માટે સૂચના અપાઈ છે. આ દિવસોમાં અનાજની હરાજીનું કામ કાજ બંધ રહેશે. તા. ૧ એપ્રિલથી યાર્ડ । રાબેતામૂજબ કાર્યરત થશે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates