પવનચક્કીઓનાં નિર્માણ માટે બાબરા પંથકના ગામડાઓમાં આડેધડ પોલ નાખતા રોષ

Short Description :
ખાનગી મિલકત, માલિકીની ખેતીની જમીનમાં ગેરકાયદે કાર્યવાહીનો વિરોધ
Select Priority :
Slider

બાબરા તાલુકાના ગામડાઓમાં આડેધડ વીજપોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તાલુકાના સમઢીયાળા અને વાંડળીયા ગામના ખેડૂતોઅ લાઠી પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી આડેધડ નંખાયેલા વીજપોલ હટાવી લેવા માંગ કરવામાં આવી હતી.આ અંગે પ્રાંત અધિકારીએ ખેડૂતોને સ્થળ તપાસ કરવાની બાંહેધરી આપી હતી.

ચાવંડ ગળકોટડી, સમઢિયાળા અને વાંડળિયાના ખેડૂતોએ પ્રાંત કચેરીએ જઈ થાંભલા હટાવવા કરી માગણી

બાબરા તાલુકાના ગામડાઓમાં પવનચક્કીની વિન્ડફાર્મ કંપની દ્વારાઆડેપડ વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યાછે આ બાબતે બાબરાના સમઢીયાળા અને વાંડળીયા ગામના ખેડૂતો અને સરપંચ લાઠી પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.ખેડૂતોએ થાંભલા હટાવો અને ખેડૂત ભગાવોનું સૂત્ર આપી તાત્કાલિક ધોરણે થાંભલાઓ હટાવી લેવાની માંગ કરવામાં આવી હતી. અહીં કંપની દ્વારા ગૌચર, નદીઓ અને માલિકીના મકાનોમાં પણ વીજપોલ ઉભા કરી દીપાછે. તેમજ સમઢીયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં બિન કાયદેસરે પવનચક્કીઓ ઉભી કરી નાખી છે.

વાંડળીયા-ચાવંડ રોડ પર પણ દાદાગીરીથી થાંભલાઓ નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કયી હતો. રોડ પણ મજુર થઈ ગયો છે, ત્યારે મંજૂરી વગર થાંભલાઓ ઉભા થઈ જવાને કારણે રોડ પણ નામંજૂર થઈ શકે તેવી સ્થિતિનું સર્જન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ૪૭૦ હેક્ટર જમીનમાં ૧૮૦ ખેડૂતોના પ્રશ્ન છે જેમાં પારોડ ચાવંડ, ગળકોટડી અને શેખપીપરીયા રોડ પરખાનગી જમીનો પર પણ પોલ નાખવામાં આવ્યા છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates