સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળીના બજાર ભાવમાં સારો ટેકો મળવાની શક્યતા

Short Description :
કેન્દ્ર સરકારે નિકાસ ડ્યુટી હટાવી નાંખતા ડુંગળીનું બજાર ટકેલું રહેશે
Select Priority :
Slider

કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી અમલમાં આવે એવી રીતે ડુંગળીની નિકાસ પરની ૨૦ ટકા ડયુટી હટાવી લેવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સૌરાષ્ટ્રના જથ્થાબંધ ખરીદદારો અને વેપારીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં દિવાળી વખતે થયેલા વાવેતર વખતની ડુંગળીનો સારો જથ્થો હવે પુરો થવા આવ્યો છે. હવે ફેબ્રુઆરીના વાવેતરનો જથ્થો ક્રમશ: બજારમાં આવવા લાગશે. નિકાસ ડયુટી હટાવી લેવાતા આ જથ્થાને બજારમાં બાવ ટકી રહેવાની સાનુકુળતા રહેશે, જેના કારણે ખેડૂતોને લાભ રહેશે. જો કે, આખો આધાર ઉનાળુ પાક કેટલો આવે અને દેશમાંથી કેટલી નિકાસ થાય એના પર રહેશે.

સૌરાષ્ટ્રમાં દિવાળી વાવેતરનો માલ અંતિમ ચરણમાં હોવા છતાં હાલ ખેડૂતોને ભાવ મળતા નથી, હવે પીળીપત્તી ૧૫ એપ્રિલ બાદ ચાલુ થશે

સૌરાષ્ટ્રની ડુંગળીની માંગ ગલ્ફ કન્ટ્રી શ્રીલંકા, ફિલિપાઈન્સ, બાંગલા દેશ ઈન્ડોનેશિયામાં રહે છે. ભારત સરકારે ડુંગળીના વિદેશ વેપારને મુક્ત તક છે. હવે એ જોવાનું રહે કે આ દેશો દેશના વેપારીઓને આયાત ડયુટી લગાડશે. કારણ કે હાલ અમેરિકાથી વોર ચાલુ થઈ છે. એના પર ડુંગળીના વિદેશ વેપાર પર નિકાસકારોની નજર /, મંડરાયેલી રહેશે. ગુજરાતમાં જૂનો સારો તો સ્ટોક ખલાસ થવા પર આવી ગયો છે. ગત આપી ફેબ્રુઆરીમાં વાવેતર થયેલી પીળી પત્તી એમના ડુંગળી જે આખું ચોમાસું ચાલી શકે એવી કેટલી રહે છે એ માલ ૧૫મી એપ્રિલથી બજારમાં ડ્યુટી ક્રમશ: આવવા લાગશે.

જો કે ડુંગળીના જથ્થાબંધ વેપારી પ્રવીણભાઈ કાકડિયાના કહેવા મુજબ, ગુજરાતે પોતાના જથ્થા ઉપરાંત મહારાષ્ટ્રની ડુંગળીનો પણ ટેકો લેવો જ પડશે. અગાઉ ગોડલ યાર્ડમાં એક લાખ થેલા સુધીની આવક રહેતી હતી, જેમાં હવે માલ ઘટી જતાં દસ હજાર યેલા સુધીની આવકો આવે છે. હાલ મહારાષ્ટ્રમાં માલ આવકો ચાલુ થઈ છે, જેની દેશભરનાં રાજ્યોમાં માંગ છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates