ખાંભા ગીરના નેસડાઓમાં વસતા માલધારીઓની પશુઓ સાથે હિજરત

Short Description :
પાણી અને ઘાસચારાની તંગી ઉભી થતાં સમસ્યાની શરૂઆત
Select Priority :
Slider

ખાંભા ગીર જંગલમાં પાણી અને ઘાસચારાની અછત ઊભી થતાં માલધારીઓ નેસડા છોડી રેવન્યુમાં પડાવ નાખ્યા છે. ખાંભા અને ધારી તાલુકાના રેબડીનેસ, લોકીનેસ, ભાણિયા અને રેબડી નેસમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે ધારી-ખાંભા-બગસરાના ધારાસભ્યે પાણી પુરવઠા મંત્રી અને કૃષિ પશુપાલન મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

જંગલ વિસ્તાર છોડી ક્રમે ક્રમે રેવન્યૂ નાગરિક વિસ્તાર તરફ સ્થળાંતરિત થવા લાગ્યા

ખાંભા અને ધારી તાલુકાના નેસડાઓમાં ઘાસ અને પાણીની વ્યવસ્થા ન હોવાથી માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી રહી છે. ગીર જંગલમાં પાણી અને ઘાસચારાની અછતને કારણે પશુઓ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. માલધારીઓ તેમના પશુઓને લઈને રેવન્યુ વિસ્તારમાં પડાવ નાખવા મજબૂર બન્યા છે.

આારાસભ્ય જે.વી. કાકડીયાએ મંત્રીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગીરના નેસડાઓમાં વસતા માલધારીઓ પાણી અને ઘાસચારાની અછતથી ખૂબ જ પરેશાન છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું છે તેમણે નિરાકરણ લાવવું જરૂરી છે.તેમણે મંત્રીઓને વિનંતી કરી છે કે, આ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.ગીરના નેસડાઓમાં પાણી અને ઘાસચારાની અછતને કારણે માલધારીઓ પરેશાનીમાં મુકાયા છે. ધારાસભ્યની રજૂઆત બાદ સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates