સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અકળાવી દેતું ગરમ હવામાન રહેશે
એક તરફ પૂર્વોત્તર રાજ્યો, મધ્યપૂર્વ ભારતમાં તીવ્ર ગતિએ તોફાની પવન અને ગાજવીજ સાથે જેવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી તા. ૨૧ માર્ચ સુધી ગરમ અને ભેજયુક્ત અકળાવી દેતું હવામાન રહેવાની આગાહી થઈ છે.
ધુળેટી પછી ફરી તાપમાન વધ્યું, સૌથી વધુ રાજકોટ ૩૮સે:૧૯ માર્ચથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
માર્ચના બીજા સપ્તાહમાં જ આ વખતે તીવ્ર હીટવેવ આવ્યા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પારો નીચે ઉતર્યો છે છતાં હજુ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા ઉંચુ તાપમાન જારી રહ્યુ છે.
રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૩૮ સે. નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર ૩૭.૭ તેમજ અમદાવાદ, નલિયા, અમરેલી, કેશોદ સહિતના સ્થળે ૩૭ તથા ગાંધીનગર, વડોદરા, સુરત, ભૂજ સહિતના સ્થળે પારો ૩૯ સે.ને પાર રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાઉપરી આવે છે છતાં ગુજરાતમાં આ વખતે માવઠાંનું પ્રમાણ ઓછુ રહ્યું છે, હજુ તા.૧૯ માર્ચના વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સની દેશમાં અસર વર્તાશે.