લીંબુની ડિમાન્ડ વધી, આ ઉનાળે ભાવ રૂા.250 થઈ જવા સંભવ!

Short Description :
રમજાન, ઉનાળો અને રસના ચિચોડાઃ સરવાળે લીંબુ અધધધ..180ના કિલો
Select Priority :
Slider

ઉનાળાનો પ્રારંભ થયો, સાથોસાથ રમજાન માસ શરૂ થયો અને શેરડીના રસના ચીચોડાઓ પણ ધમધમતા થયા છે. આની એક અસરરૂપે લીંબુના ભાવ એક ઝાટકે આસમાને પહોંચી ગયા છે. રાજકોટ શાકભાજી યાર્ડમાં ૩૧૪ ક્વિન્ટલની પાંખી આવક સાથે ભાવ ૧૫૦૦થી ૨૨૦૦ સુધી બોલાય છે, જ્યારે સ્ટ્રીટ વેજિટેબલ વેન્ડરો એક કિલો લીંબુ ૧૮૦થી નીચે વેચવા હરગીજ તૈયાર નથી.

રમજાન માસ ચાલુ થવાની સાથે જ કેળાં, તરબૂચ અને લીંબુ શરબતની માંગ વધી છે. હાલ એક કેળાના ભાવ રૂા. ૧૦ જેટલો થઈ ગયો છે, પચાસ રૂપિયાના ફકત પાંચ જ કેળા મળે છે. એક જમાને આ ફળ ગરીબોનું ફળ ગણાતું હતું. હવે આ કેળાનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે.

આવી જ લીંબુની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટમાં હળવદ પંથકમાંથી માથક, ચૂપણી, શિવપુર, માણેકવાડા પંથકમાં સો સો વીધામાં લીંબુના બાગ ધરાવતા અનેક બાગાયતકારો છે. હળવદ પંથક દાડમ અને લીંબુનો મોટો વિસ્તાર બની ગયો છે. ઉત્પાદક સુખદેવસિંહ ઝાલા કહે છે. કે અહીંથી છેક દિલ્હી સુધી લીંબુ જાય છે પણ હાલ સ્થાનિકે સારા ભાવ મળતા હોવાથી હળવદ પંથકમાંથી રાજકોટમાં લીંબુ મોકલી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં રાજકોટ તાલુકામાંથી, અમરેલી, ભાવનગર અને આસપાસ લોકલ એરિયામાંથી ખેડૂતો લીંબુ વેચવા આવે છે.

રાજકોટ શાકભાજી યાર્ડમાં ૩૧૪ ક્વિન્ટલની આવક, ભાવ ૧૫૦૦થી ૨૨૦૦, હાલ હળવદ પંથક અને સૌરાષ્ટ્રના લોકલ લીંબુની આવક

હળવદ પંથકમાં ઓક્ટોબર માસનો ફાલ આવ્યો નહીં. અહીં જે લીંબુડીઓ દસ દસ વર્ષ જૂની છે એનો ફાલ અત્યારે બજારમાં આવે છે. લીંબુના વેપાર સાથે જોડાયેલા વેપારી કહે છે કે સાઉથના લીંબુ એપ્રિલમાં આવશે. આની સાથોસાથે કોલ્ડ સ્ટોરેજનો માલ ઉંચા ભાવે આવશે. આ વખતે લીંબુની બજાર કદાચ રૂા.૨૫૦ ભાવ દેખાડી દે તો નવાઈ નહીં! જો કે લીંબુની સાપેક્ષમાં ટામેટાંના ભાવ ખૂબજ નીચા હોવાથી ગૃહિણીઓ ખપ પુરતા જ લીંબુ લેશે અને મોટા ભાગે ટામેટાથી ચલાવી લેશે.

રાજકોટમાં રાધનપુર સાઈડના લોકોની આશરે એક લાખની વસતી છે. એ બધા શાકભાજીના વેપાર, રેતી કપચી, ભંગારના ધંધા સાથે જોડાયેલા છે. આ લોકો માટે એસટીએ રાજકોટના પરા જેવા છોટુનગરથી અને રૈયા ધારથી રાધનપુરની બસ ચાલુ કરી છે. રાજકોટ શહેરનો શાકભાજીનો મોટો કારોબાર રાધનપુર પંથકના લોકો પાસે રહ્યો છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates