સૌરાષ્ટ્રમાં ધાણા સહિત મસાલાની જોરદાર આવક, રાજકોટમાં 86 હજાર મણના ઢગલા

Short Description :
ધુળેટી પછી ધાણા,જીરુ,મરચા સહિત મસાલાની ધૂમ ખરીદી નીકળશે
Select Priority :
Slider

રોજિંદા દાળ-શાકથી માંડીને સલાડમાં છૂટથી વપરાતા અને આયુર્વેદિક દ્રષ્ટિએ ઔષધી તરીકે પણ વપરાતા પાણાની સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધોધમાર આવક શરુ થઈ છે. ગત વર્ષ કરતા વધુ ઉત્પાદનના કારણે તેમાં આ વર્ષે ભાવ વધારો નહીં થાય તેવી આશા છે. રાજકોટ યાર્ડમાં આજે એક જ દુવિસમાં ૧૭.૨૦ લાય કિલો એટલે કે ૮૯,૦૦૦ મણની આવક નોંધાઈ હતી.

રાજ્યમાં ગત વર્ષ કરતા ૨૦ હજાર ટન વધુ, ૨.૨૪ લાખ ટનનું ઉત્પાદનઃ સીઝનના આરંભે ભાવ ગત વર્ષ કરતા આંશિક ઓછા

ગુજરાતમાં ગત વર્ષે ૧,૨૬,૫૮૦  હેક્ટરમાં ૨,૦૪,૯૪૦ ટન ધાણાનું ઉત્પાદન થયું હતું અને આ વર્ષ ઈ.સ.૨૦૨૪-૨૫માં વાવેતર અને ઉપજ બન્નેમાં વધારો થયો છે જેના પગલે કૂલ ૧,૩૨,૪૮૦ હેક્ટરમાં આશરે ૨,૨૪,૩૩૦ ટનના ઉત્પાદનનો અંદાજ છે. એટલે કે ગત વર્ષ કરતા આશરે ૨૦ હજાર ટન વધુ પાકનો અંદાજ છે.

બેડી યાર્ડમાં રોજ ૨૦ કરોડથી વધુ રકમની જણસીનું વેચાણ, મોટા કદના ધાણા અને નાના હોય તે ધાણી તરીકે ઓળખાય છે

ર્ગત વર્ષે બેડી યાર્ડમાં ધાણાનો ભાવ રૂ।.૧૨૯૦-૧૮૫૦ પ્રતિ મણ અને ધાણીનો રૂ।. ૧૪૫૧-૨૪૨૧નો ભાવ એક  વર્ષપહેલા હતો. આજે ધાણી રૂ .૧૨૨૦-૨૩૪૦ અને ધાણા રૂ।. ૧૧૫૦-૧૯૨૧ના ભાવે સોદા પડ્યા હતા. અંગ્રેજીમાં કોરિએન્ડર સીડ્રઝ કહેવાતા ધાણા યાર્ડમાં બે પ્રકારે આવે છે જેમાં નાના કદના હોય તે ધાણી અને મોટા હોય તેને ધાણા કહેવાય છે. ધાણીની કિંમત થોડી વધારે હોય છે. રાજકોટ યાર્ડમાં આજે ૮૫૦૦ ક્વિન્ટલ ધાણા, ૮૭૦૦ ક્વિન્ટલ ધાણી સહિત કૂલ ૮૬ હજાર મણની આવક થઈ જેની જથ્થાબંધ કિંમત રૂ।. ૧૩ કરોડથી વધુ હોય છે. યાર્ડના સૂત્રો અનુસાર રાજકોટ બેડી યાર્ડમાં ધાણા, જીરુ, ચણા, ઘઉં, મગફળી, કપાસ વગેરેની ધૂમ આવક થઈ રહી છે અને હાલ રોજ આશરે ૨૦ કરોડથી વધુનું ખરીદ વેચાણથી યાર્ડ ધમધમી રહ્યું છે.

 

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates