જાફરાબાદ નજીક વિફરેલી માનવભક્ષી સિંહણનાં બ્લડ સેમ્પલ લેવાયા

Short Description :
મધરાત્રે વનવિભાગે સર્ચ ઓપરેશન કરીને ખૂંખાર સિંહણને પાંજરે પૂરી
Select Priority :
Slider

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતાની સાથે હુમલાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. જેમાં જાફરાબાદ પંથકમાં કાકડી મોલી ગામે વાડી વિસ્તારમાં ખેડૂત પર સિંહણએ જીવલેણ હુમલો કરીને પેટ ચીરી નાખ્યું હતું. આઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો, જ મહામહેનતે સિંહણનાં પંજામાંથી ખેડૂતના મૃતદેહને છોડાવીને પોસ્ટમાર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે મધરાતે સર્ચ ઓપરેશન હાથ ધરીને સિંહણને પાંજરે પૂરી જસાધાર એનીમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

સિંહણના પંજામાંથી ખેડૂતનો મૃતદેહ છોડાવવામાં વન તંત્રને પરસેવો વળી ગયો, આખરે હાશકારો, ગ્રામીણ લોકોને સાવચેત રહેવા જંગલ ખાતાની સલાહ

જાફરાબાદ પંથકના વાડી વિસ્તારમાં સાંજે ૭ કલાકે ખેડૂત મંગાભાઈ બોધાભાઈ બારૈયા કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક જ સિંહણ ત્યાં ધસી આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો. ખેડૂતે જીવ બચાવવા ધમપછાડા કરતા સિંહણ વધુ વીફરી હતી અને છાતી પર બેસી પેટ ચીરી નાખતા ખેડૂતે દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો.

વન કર્મચારીઓએ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી. ત્યારબાદ ફરાર સિંહણને શોધીને ટ્રાન્ક્વીલાઈઝર ઈન્જેક્શન આપી બેહોશ કરી પાંજરે પૂરી હતી અને જસાધાર એનીમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં માનવતીથી સિંહણના બ્લડ સેમ્પલ લેવા સહિતની પ્રક્રિયા હાથ પરવામાં આવી હતી.

આ વિફરેલી સિંહલની વન વિભાગને પરસેવો વાળી દીધો હતો. નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતી જતી હોવાની સાથે સિંહોના માનવીઓ પરના હુમલાઓ પણ વધ્યા છે. તાજેતરમાં અમરેલીના પાણીયા ગામે ૬ વર્ષના બાળકને ફાડી ખાધો હતો. બાબાપુર ગામે પણ સિંહે એક માનવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાઓ હજી તાજી છે. ત્યાં ફરી એકવાર જાફરાબાદ પંથકમાં ગીરગઢડા તાલુકા નજીક સિંહલે એક ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યો છે. સિંહોના માનવીઓ પર વર્ષતા જતા બનાવોને લઈ ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ છવાયો છે.

અમરેલી જિલ્લામાં છેલ્લાં પલા સમયથી સિહોના હુમલાઓ વધતા માનવીઓ મોતને ભેટી રહ્યાં છે. આ અંગેના કારણ આપતા પાલીતાણા શેત્જી રેન્જના ડીએફઓ જયન પટેલે જણાવ્યું કે, ઉનાળાની સીઝન દરમિયાન સિંહો વધુ ઘાતક બને છે. પાણીની શોધમાં છારાવાર વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં પણ આવી ચડે છે. સિંહોને કનડગત કરવામાં આવે. ત્યારે તેઓ વધુ ઝનુની બને છે. સિંહોના હુમલાથી બચવા માટે ખેડૂતો અને શ્રમિકોએ ખુલ્લામાં ન સુવું જાઈએ. તેમજ લાકડી તેમજ ટોર્ચ સાથે રાખવી જોઈએ.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates