ગીર ઈકો સેન્સિટિવ ઝોનમાં ત્રણ જિલ્લાના 196 ગામોનો સમાવેશ

Short Description :
ભારત સરકારના ડ્રાફટ નોટિફિકેશનથી જાહેર
Select Priority :
Slider

વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ગીર ઈકો સેન્સિટિવ ઝોનને લઈને પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા કોઈ ઈકો સૈન્સિટિવ ઝોન જાહેર કરાયો નથી.

પ્રસ્તાવિત ઈકો સેન્સિટિવ ઝોનનો વિસ્તાર ૨.૭૮ કિ.મીથી વધીને ૯.૫૦ કિ.મી થશે

પરંતુ ભારત સરકારના ફોરેસ્ટ એન્ડ કલાઈમટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૮-૦૯-૨૦૨૪ના ડ્રાફટ નોટિફિકેશનથી ગીર પ્રોટેક્ટ એરિયા આસપાસ ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે.રાજ્ય સરકારની પ્રપોઝલને આધારે થયેલા નોટિફિકેશન મુજબ આ ઝોનમાં ગિર નેશનલ પાર્ક, ગિર, મીટિયાળા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી અને પાનિયા વાઈલ્ડલાઈફ સેન્ચુરી સહિતના ચાર વિસ્તારો છે અને પ્રસ્તાવિ ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તાર ૨.૭૮ કિ.મીથી વધીને ૯.૫૦ કિ.મી થશે.કુલ ૨૦૯૧.૭૭ સ્કવેર કિ.મી વિસ્તાર કવર થશે.રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી કે આ ઝોનમાં કુલ ૩ જિલ્લાના ૧૬૯ ગામોનો સમાવેશ કરવામા આવ્યો છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates