ગુજરાતમાં આ વર્ષે ઉનાળો અતિ આકરો, માર્ચમાં જ હીટવેવ આવશે

Short Description :
ઉનાળુ વાવેતર, બાગાયતી પાકો, જનસ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરની શક્યતા
Select Priority :
Slider

ભારત મીસમ વિજ્ઞાન વિભાગદ્વારા આવતીકાલથી શરુ થતા માર્ચથી મેં સુધીના ઉનાળાના ત્રણ માસમાં દેશમાં એકંદરે ઉનાળામાં હોય છે તેના કરતા ઘણી વધુ ગરમી પડવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે.

આજથી ૩૧ મે સુધીનું મોસમ વિભાગનું પૂર્વાનુમાન જારી

તાપમાન સામાન્યથી અધિક રહેશે. જેમાં ગુજરાતમાં રેડ માર્કથી દર્શાવ્યા મૂજબ આ ત્રણ માસમાં અતિશય અગનવર્ષા થવાની સંભાવના છે અને હીટવેવની શરુઆત માર્ચમાં થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગની અસર ગુજરાતને વ્યાપક રીતે થઈ રહી છે અને આ વર્ષે શિયાળો પણ હૂંફાળો રહ્યો છે. કડકડતી ઠંડીના માસ જૂન્યુઆરીમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહ્યું છે. હવામાનને અસર કરતો ગરમ અલ નીનો પ્રવાહથી વિપરિત હાલ ઠંડો પ્રવાહ ગણાતો લા નીનાની સ્થિતિ હોવા છતાં સમગ્ર વિશ્વમાં રેકોર્ડબ્રેક ઉંચુ તાપમાન નોંધાયું છે.

સમગ્ર દેશમાં સામાન્યથી વધુ ગરમી, વધુ હીટવેવ રહેશે, માર્ચમાં ઉત્તર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હીટવેવની વકી

હવે ઉનાળામાં ખાસ કરીને બાળકો, સગર્ભા વૃધ્ધો,બિમારો માટે વધુ જોખમી રહે તેવો તડકો પડવાની શક્યતા છે. ઉંચા તાપમાનની ઉનાળુ વાવેતર, કેસર કેરી સહિત બાગાયતી પાકો, જળ-વિજળી માંગ તેમજ જનસ્વાસ્થ્ય ઉપર પણ વ્યાપક અસરની સંભાવના છે. ગુજરાતમાં વસંત ઋતુના માર્ચ માસમાં જ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારમાં હીટવેવની શક્યતા છે, જ્યારે એપ્રિલ-મે માસમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવ સામાન્ય કરતા ઘણા વધારે દિવસો રહેશે. આ સાથે ઉનાળામાં માવઠાંનું પ્રમાણ સામાન્યથી ઓછું રહેવાની પણ સંભાવના છે.

અસહ્ય અગનવર્ષા સાથે માવઠાંનું પ્રમાણ ઓછું રહેવાની પણ આગાહી

હાલ, શિયાળા-વસંતઋતુના સંધિકાળમાં જ રાજ્યમાં આ સમયમાં સામાન્ય હોય તેના કરતા ૪થી ૫ સે. તાપમાન સતત ઉંચુ નોંપાતું રહ્યું છે. મહત્તમ તાપમાન ફેબ્રુઆરીમાં ૩૦-૩૨ સે. ને બદલે ૩૭-૩૯ સુધી પહોંચી ગયું છે ત્યારે ઉનાળો અતિશય આકરો રહેવા મીસમ વિજ્ઞાનીઓનું પૂર્વાનુમાન છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates