પીપરટોડા ગામના ખેડૂત યુવાન સાથે લગ્નના નામે નવતર પ્રકારે છેતરપિંડી

Short Description :
ઇન્દોરની તરૂણીને પુખ્ત વયની દર્શાવી, બે લાખ લઇ ૬ શખ્સોએ લગ્ન કરાવ્યા
Select Priority :
Slider

લાલપુરના પીપર ટોડા ગામના ખેડૂત યુવાનને સગીરા સાથે લગ્ન કરવા ભારે પડયા છે. અને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત યુવક સાથે છેતરપિંડી કરીને લગ્ન કરાવનાર e શખ્સો સામે લાલપુર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસનો દોર ર ઈન્દોર સુધી લંબાવાયો છે.

લગ્નના બીજા જ દિવસે તરૂણી વતનમાં ભાગી છૂટ્યા બાદ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવતા યુવક ઈન્દોરની જેલમાં

લાલપુર તાલુકાના પીપરટોડા, ઈન્દોરની પોલીસ ટુકડી જામનગર આવી, હતી. અને પ્રકાશની અટકાયત કરી લઈ તેને ઈન્દોરની જેલમાં મોકલી દીધો છે. ઈન્ડોર પોલીસ દ્વારા સમગ્ર ગામમાં રહેતા ડાયાભાઈ જેસાભાઈ મકવાણા (ઉ.વ. ૬૩) અને તેનો પુત્ર પ્રકાશ કે જે બન્ને ખેતમજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બાજુની વાડીમાં જ મજૂરી કામ કરતાં છ જેટલા શ્રમિક પરિવાર દ્વારા બે લાખ રૂપિયામાં સોદો કરીને પ્રકાશના મૈત્રી કરારના આધારે ઈન્દોરની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. ઇન્દોરની એક સગીરને પુત્ર વયની દર્શાવી નવેમ્બર -૨૦૨૪માં કરાર આધારિત લગ્ન રજિસ્ટર કરાવી લીધા હતા. ત્યારબાદ સગીરા એક રાત રોકાઈ હતી, અને બીજા દિવસે પોતાના વતનમાં ઈંદોર ભાગી છુટી હતી. જ્યાં જઈને તેણીએ પ્રકાશ સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.

જેથી પ્રકરણમાં સગીરા સાથે લગ્નમાં મદદગારી કરવા અંગે મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર પંથકમાં રહીને ખેતમજૂરી કામ કરતા આયેશા ઉર્ફે કોમલ આદિલ પઠાણ, મોહમ્મદ આદિલ ઉર્ફે ગોલુ સલીમ પઠાશ, જીવન વામન મસાણી, વિમલા પવન ડોડિયા, રવિ મદનભાઈ, તેમજ ધર્મેન્દ્ર પ્રેમસિંહ ડાભોર ની પણ સંડોવણી હોવાનું લખાવ્યું હતું, જેથી ઇન્ડોર પોલીસ દ્વારા તે છ આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી હતી.

કરીમયાન પ્રકાશના પિતા ડાયાભાઈ કે જે પોતાના પુત્રને છોડાવવા માટે જામનગર થી ઈન્દોરના અનેક ધક્કા ખાઈ રહ્યા હતા, લગ્ન સમયના કાગળો વગેરે લઈને તાજેતરમાં તેણે લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પુત્ર સાથે ઉપરોક્ત છે આરોપીઓએ છેતરપિંડી કરીને બે લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું જણાવ્યું હતું. સગીરાના ખોટા પુત્ર વયના દસ્તાવેજ બનાવી લઈ લગ્ન કરાવી દઈ છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી પિતા ડાયાભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે મધ્યપ્રદેશના છ આરોપીઓ સામે વિશ્વાસપાત અને છેતરપિંડી અંગે ગુનો નોદ્યો છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates