ધોરાજીમાં પાલિકાએ 21 કરોડ ખર્ચ્યા છતાં ચારથી દસ દિવસે જળ વિતરણ

Short Description :
ભૂતિયાં કનેક્શનદીઠ રૂા.૫૦૦ એકત્ર કર્યા એ પણ ઓગળી ગયા
Select Priority :
Slider

ધોરાજીમાં દસ વર્ષ પહેલા જનતા પાસેથી અને સરકારની ૨૧ કરોડની ગ્રાન્ટમાંથી શહેરને નિયમિત પાણી મળે એ હેતુસર નવી પાઈપ લાઈનો નાંખ્યા પછી પણ અહી છેલ્લા દસ વર્ષથી કયારેય એકાંતરા પાણી મળ્યું નથી.આ શહેરમાં આજે કયારેક ચાર દિવસે પાણી તો અમુક વોર્ડમાં તો આઠથી દસ દિવસે જળ વિતરણ કરવામાં આવે છે.

ભ્રષ્ટાચારયુકત નબળી પાઈપ લાઈન નાંખવાના કારણે ફોર્સ સહન કરી શકે એમ ન હોવાથી એ લાઈનનો ઉપયોગ જ નથી કરાતો

રાજય સરકારે જયારે શહેરને પાણી પુરવઠા માટે એકવીસ કરોડની મસમોટી ગ્રાન્ટ આપી એ વખતે બધાને આશા જન્મી હતી કે હવે દુખના દિવસો જશે.અને એકાંતરા કે રોજ પાણી મળશે પણ આ આશા પર ભ્રષ્ટ શાસકોએ પાણી ફેરવી દીધું છે. એ વખતેભૂતિયા કનેકશનો પાસે કનેકશન દિઠ રૂા. ૫૦૦ ટોકન પેટે લેવાયા હતા. એ પણ ઓળગી ગયા છે. અહીં શહેરમાં પ્લાસ્ટિકની નબળી લાઈનો નાંખી હોવાથી જયારે જળ વિતરણ માટે વાલ્વ | ખોલવામાં આવે ત્યાર ભ્રષ્ટાચાર યુકત પાઈપ લાઈન તૂટી જવાની દહેશતે આ લાઈનનો ઉપયોગ નહીવત કરાય છે. આ લાઈનના કોન્ટ્રાકટર સામે પગલા લેવા પ્રાદેશિક નિયામકે આદેશો આપ્યા હોવા છતાં આ શાસકોએ કોઈ જ પગલા લીધા નથી અને છાવર્યા છે.

આજે પણ આ કોન્ટ્રાક્ટરને છાવરવા માટે નવી લાઈન ચાર્જ કરાતી નથી અને સરભગવતસિંહજીએ બીછાવેલી રાજાશાહી વખતની પાઈપ લાઈનમાંથી જ પાણીનું વહન થાય છે. હાલ શહેરને ફોફળ ડેમમાંથી પાણી મળે છે. એ ડેમમાં પર્યાપ્ત જળ જથ્થો છે આમ છતાં બાર વર્ષ | પહેલા નબળી લાઈન નંખાતા શહેરીજનો હેરાન થઈ રહ્યા છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates