ખાંડના ઘર આંગણે ભાવો વધી જતાં નિકાસો માટે પ્રીમિયમ માગતી સુગર મિલો
ભારત સરકારે ખાંડની ૧૦ લાખ ટનની નિકાસની આપેલી પરવાનગી બે અઠવાડીયા થઈ ગયા બાદ પણ નગણ્ય માત્રામાં દેશમાંથી નિકાસનું શીપમેન્ટ થયું છે. જેનું કારણ સુગર મિલોએ સ્થાનિક ભાવો પર પ્રીમિયમની માંગ કરી હોવાનું જાણવા મળે છે.
ખાંડના સ્થાનિક ભાવો વધીને ટન દીઠરૂ.૪૧,૦૦૦ થઈ ગયા
સુગરમાં નિકાસ વેપાર ધીમો રહેવા પાછળ એક કારણ સુગર મિલોઊંચા ભાવોની અપેક્ષા રાખી રહી છે. ખાંડના ઉત્પાદનના વિવિધ એસોસીયેશનોના નીચા અંદાજોને કારણે ખાંડના સ્થાનિક ભાવો વધ્યા છે. જો કે બીજી તરફ નિકાસ વેપાર ઓછા થયા છે, ઘણી સુગર મિલોએ ટન દીઠ રૂ.૪૪,૦૦૦થી ઉપર (૫૦૫ ડોલર)ના ભાવોએ નિકાસ લાઈસન્સ વેચી દીધા છે. ખાંડના ત્રણ લાખ ટન જેટલા નિકાસ વેપાર થયા હોવાનું અને એમાં ઉત્તર પ્રદેશની મિલો દ્વારા ૨.૩ લાખ ટન જેટલા રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય રાજ્યોએ મળી ૭૦,૦૦૦ ટન જેટલા નિકાસ વેપાર કર્યા હોવાનું જાણવા મળે છે.
ખાંડના ઘર આંગણે ભાવો અત્યારે વધીને ટન દીઠરૂ.૪૧,૦૦૦ થઈ ગયા છે. જેથી મિલો નિકાસ માટે રૂ.૪૫,૦૦૦થી વધુ ભાવો મેળવવા મથી રહ્યા હોવાનું જાણવા મળે છે. લંડનમાં વ્હાઈટ સુગરના ભાવ માર્ચ ડીલિવરી માટે ટન દીઠ ૫૧૯૯૦ડોલર ક્વોટથઈ રહ્યા છે. જ્યારે ર સુગર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ), ન્યુયોર્ક પર પાઉન્ડ દીઠ ૧૯.૨૭ સેન્ટ (રૂ.૩૭,૩૪૫ ટન દીઠ) ક્વોટ થઈ રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે, ભારતીય વેપારીઓ વૈશ્વિક બજારમાં ઊંચા ટન દીઠ ૫૩૦ ડોલર ભાવ ક્વોટ કરી રહ્યા છે. આ સાથે ૧.૫ લાખ ટન જેટલી ખાંડની બાંગ્લાદેશ, નેપાળ, તાન્ઝાનિયા, શ્રી લંકા અને દુબઈ નિકાસ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ એસોસીયેશનનો સુગર ઉત્પાદન માટેના અંદાજો પૈકી ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ (આઈએસએમએ) ૨૭૨.૭લાખ ટન અને ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસીયેશને ૨૬૫.૨ લાખ ટનનો અંદાજ મૂક્યો છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝે ૨૭૧ લાખ ટનનો અંદાજ મૂક્યો છે.