અમદાવાદથી સુરત સુધી 25 તાલુકામાં પાવરગ્રીડ લાઇન માટે નોટિસથી ખેડૂતોમાં રોષ

Short Description :
સુરતના ઓલપાડ તાલુકાના 53 ગામોમાંથી પાવરગ્રીડ લાઈન પસાર થશે
Select Priority :
Slider

પાવરગીડ કંપની દ્વારા કચ્છના ખાવડા થી નવસારી સુધી ૭૬૫ કે.વીની વીજ લાઈન નાંખવા માટે જમીન સંપાદન માટે શરૂ કરેલી કાર્યવાહીનો જોરશોરથી ખેડુતો દ્વારા વિરોધ થંભ્યો નથી ત્યાં તો આજે પાવરગ્રીડ દ્વારા અમદાવાદથી છેક સુરતના ઓલપાડ સુધીના ૨૫થી વધુ તાલુકામાં નવી ૭૯૫ કરવી સુધીની ટ્રાન્સમિશન લાઈન નાંખવા માટે જાહેર નોટીસ ઇસ્યુ કરતા ખેડુતોમાં ભારે રોષ વ્યાપી ઉઠયો છે. સુરતના એકમાત્ર ઓલપાડ તાલુકાના ૫૩ ગામોનો સમાવેશ થતા ખેડુતો મરણિયા બનીને લડત ઉપાડવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

હાલમાં જ કચ્છના ખાવડાથી નવસારી સુધીની લાઈનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ નવા ગામો માટે નોટિસ જાહેર કરાતા આક્રોશ વધ્યો

ગુજરાતના કચ્છના ખાવડાથી નવસારી સુધી પાવરગ્રીડ કંપની દ્વારા ૭૬૫ કે.વી વીજલાઇન નાંખવા માટે થઇ રહેલી જમીન સંપાદનનની કામગીરીનો છેલ્લા છ મહિનાથી રાજયભરના ખેડુતો આંદોલન કરી રહ્યા છે. અને કામગીરી પૂર્ણ થવા દેતા નથી. ખેડુતોને જમીન વળતર આપ્યા વગર સીધા પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબ્જે લઈ રહ્યા હોવાથી લડત ઉગ્ર બની રહી છે. ત્યારે આજે પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ ના નામથી વધુ એક એક જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.

નોટિસ |મુજબ વડોદરા ભરૂચ, સુરત અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાના ૨૫ થી વધુ તાલુકામાં આવેલા ગામડાઓ, નગરો, શહેરો, તેની આસપાસ અને તેમની વચ્ચેથી ટ્રાન્સમિશન લાઈનો પસાર થશે. નોટીસના પગલે ખેડુતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ખાસ કરીને ઓલપાડના ૫૩ ગામોમાંથી પાવરગ્રીડ લાઇન પસાર તથી બેલાથી છે. બળાપો ઠાલવ્યો છે કે, પાવરગ્રીડ લાઈન પસાર થવાથી ખેડુતોની જમીનનું સત્યાનાશ વળી જશે. રાજય સરકારમાં રજુઆત કરવા છતા હજુ ખેડુતોને લઈને કોઈ નિર્ણય લેવાયો ના હોવાથી આગામી દિવસોમાં ખેડુતો ફરી પાછા ભેગા થઈને લડત ઉપાડનાર હોવાનું જાણવા મળ્યુ છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates