સરકારની અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠાના પ્રમાણ પર નિયંત્રણની તૈયારી

Short Description :
આરોગ્યપ્રદ ફૂડ પર ધ્યાન આપવાની ભલામણ
Select Priority :
Slider

સરકારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પર લગામ કસવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. બજેટ પહેલાના ઈકોનોમિક સરવેમાં જણાવાયું હતું કે સુગર, સોલ્ટ અને સેચ્યુરેટેડ ફેટવાળા પણ પોષણ વગરના પદાર્થોની જાહેરાત પર ૨ નિયંત્રણ લાવવામાં આવે. તેની સાથે વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્રીય મંત્રાલય ફ્રન્ટ-ઓફ પેક્ડ લેબલ્સ (એકઓપીએલ) અપનાવે અને તેની સાથે ૧૮ વર્ષથી નીચેની વથનાઓને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવતા બિનઆરોગ્યપ્રદ ફૂડ પર આકરા માર્કેટિંગ પ્રતિબંધો લાદવાનો સમાવેશ થાય છે.

સ્કૂલો, હોસ્પિટલો અને જાહેર સ્થળોએથી યુપીએફ પ્રોડક્ટ્સને ખસેડી દેવા માટે ભલામણ કરવામાં આવી

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (યુપીએક)ની શારીરિક આરોગ્ય પરની અસરનો સરવે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ભારપૂર્વક જણાવાયું હતું કે ગ્રાહકો તેઓ જે ખાય છે તેના પ્રત્યે સભાન બને ગ્રાહકો તેમની આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા જે ખાય છે તેના તત્વોની અને આડઅસર અંગે જાશે, પેકેજ્ડ ફુડના અંદરના તત્વો વિશેની સમજ જરૂરી છે, યુપીએફની આડઅસર | અંગે જાણવું આવશ્યક છે અને આરોગ્યપ્રદ આહાર પસંદગીઓ શાળાકીય અભ્યાસક્રમનો હિસ્સો હોવી જોઈએ. અહેવાલમાં ભારપૂર્વક જણાવાયું છે કે સોલ્ટ અને સુગરને કોઈપણ પ્રોડક્ટ્સમાં કેટલી હદ સુધી મંજૂરી આપી શકાય તેના માટેના ધારાધોરણો સર્જવા જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે યુપીએફ બ્રાન્ડ્સ તેના પર લાદવામાં આવેલા નિયંત્રણોનું પાલન કરે.

સ્કૂલો, હોસ્પિટલો અને જાહેર સ્થળોએથી તો યુપીએફ ખસેડી દેવા જોઈએ. તેના બદલે પોષણક્ષમ આરોગ્યપ્રદ અનાજ ઉત્પાદનને પ્રમોટ કરવું જોઈએ. ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઊંચા કર અને ગ્રાહક સંરક્ષણ ધારામાં સુધારાઓ દ્વારા ગેરમાર્ગે દોરતી જાહેરાતોને બ્રેક મારી શકાય છે, એવી ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ સોસાયટી અને સરકારી એકમોનું જોડાણ તે લોકોને શિક્ષિત કરવા અને ફૂડ ઇન્ડસ્ટ્રીની દરમિયાનગીરીનો પ્રતિકાર કરવા હિતોના સંઘર્ષથી મુક્ત રહે તે જરૂરી છે. વધુ પડતી કેલરી લેવાની સ્થિતિ સુધારાતા અને ડાયેટરી ગુણવત્તા સુધારવામાં આવતા કેટલીય પ્રાથમિક સ્તરની અને મધ્યમ સ્તરની હૃદયની તકલીફો રોકી શકાય છે. અહેવાલમાં જણાવાયું હતું કે યુપીએફ બ્રાન્ડ ઘણી વખત બાળકો અને મુગ્ધ વયના સગીરોને આકર્ષે છે. તેથી યુપીએફ બ્રાન્ડ અંગે મોટાપાયા પર જાગૃતિ હોવી જરૂરી છે.

આરોગ્યપ્રત્યે સભાન ગ્રાહકો વિવિધ યુપીએફ બ્રાન્ડના આરોગ્યપ્રદ વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે અથવા તો યુપીએફની અસરને ઘટાડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. અહેવાલે મુજબ સ્થાનિક સ્તરના આહાર અને સીઝન ફળો તથા શાકભાજી જમવા તથા ધાન, બાજરો, ફળો અને શાકભાજીને જેવો આરોગ્યપ્રદ આહાર લોકો લે તેના માટે મોટાપાયા પર વર્તણૂકલક્ષી ફેરફારની જરૂર છે. સરવેમાં જણાવાયું હતું કે ગળ્યા બ્રેકફાસ્ટ નાસ્તા, સોફ્ટ ડ્રિન્ક અને એનર્જી ડ્રિન્ક્સથી લઈને ફ્રાઈડે ચિકન અને પેકેજ્ડ કૂકીના સ્વરુપમાં યુપીએફ મોટાપાયા પર આપણા દૈનિક જીવનનો હિસ્સો બની ગયું છે. આ પ્રકારના ફૂડમાં સુગર, સોલ્ટ અને અનસેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે છે અને પોષકતત્વો ઓછા છે. આ ઉપરાંત આમાની મોટાભાગની બ્રાન્ડ્સ વ્યાપક ઔદ્યોગિક પ્રક્રિયા પછી બની હોય છે અને તેમા પ્રીઝર્વેટિવ્સ, સ્વીટનર, પ્રવાહી મિશ્રણ અને અન્ય પદાર્થનો રાંધવાની તૈયારીમાં ઉપયોગ થતો નથી, એમ સરવેએ જણાવ્યું હતું.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates