ખેડૂતોની આવક વધારવા, કૃષિના આધુનિકીકરણ પર કેન્દ્રનું ફોકસ
સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમૂએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું કે, સરકાર કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ એને આત્મનિર્ભરતાની દિશામાં કામ કરી રહી છે. સાથે જ ખેડૂતોની આવક વધારવા પર પણ ધ્યાન આપી રહી છે. ભારતે ૨૦૨૩-૨૪માં ૩૨.૨ કરોડ ટનનું વિક્રમી ખાદ્યાન્ત ઉત્પાદન હાંસલ કર્યું છે. ગયા મહિને જ પીએમ-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાખો ખેડૂતોને રૂ. ૪૧,૦૦૦ કરોડનું વિતરણ કરાયું છે. આ સાથે તેમણે કહ્યું કે, દેશના અર્થતંત્રને પોલિસીપેરાલિસીસની સ્થિતિનાંથી બહાર કાઢીને મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપથી કામ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, મારી સરકાર મધ્યમ વર્ગના પોતાના ઘરના સપનાં પૂરા કરવા માટે કટિબદ્ધ છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૭૦ વર્ષ અને તેનાથી વધુ વયના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો આપવાનો નિર્ણય કર્યો છે. તેમને વાર્ષિક રૂ. ૫ લાખનું વીમા કવચ મળશે. સરકારના પ્રયત્નોથી ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું ७. રાષ્ટ્રપતિએ મહાકુંભમાં મૌની અમાસના દિવસે નાસભાગની દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
બજેટમાં અત્યાર સુધીની મોટી જાહેરાતો
- આગામી 6 વર્ષ માટે મસૂર અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા માટે ફોકસ
- કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે.
- કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
- કરમાં ખાસા એકિત ઉપર રોક એશી અને શવાસીઓને બિહારમાં મખાના બોર્ડની રચના થશે, નાના ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો વરશે.
- નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે.